ઝાલોદ નગરમાં પરિણીત મહિલાઓ દ્વારા શીતળા સાતમની પૂજા કરવામાં આવી
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૧૮
શીતળા સાતમની પૂજા હિન્દુ પંચાંગ મુજબ શ્રાવણ વદ સાતમ ના દિવસે સૌભાગ્યવતિ સ્ત્રીઓ શીતળા માતાની પૂજા કરે છે શીતળા સાતમની પૂજા જન્માષ્ટમીના એક દિવસ પહેલા આવતી સાતમે થાય છે, સૌભાગ્યવતિ મહિલાઓ દ્વારા શીતળામાતાનુ પુજન કરી વ્રત રાખવામાં આવે છે.
આજે વિવિધ મંદિરોમાં સૌભાગ્યવતિ મહિલાઓ વહેલા ઉઠી મંદિરે જઈ પુરા ભાવથી પૂજા અર્ચના કરી કથા સાંભળે છે, શીતળા માતાની પૂજા કરવાથી માતા પ્રસન્ન રહે છે તેને ક્યારેય કોઈ રોગ પરેશાન નથી કરતો અને શીતળા માતા કાયમ તેમના પરિવારની રક્ષા કરે છે, શીતળા માતા સાચા દિલથી માંગેલ દરેક મનોકામના પૂર્ણ કરે છે.
ઝાલોદ નગરની પરિણીત મહિલાઓ દ્વારા શીતળા સાતમના તહેવારની માતાની ભક્તિ ભાવ સાથે પૂજા અર્ચના કરી અને દરેક મહિલાઓ દ્વારા માતાની પૂજાની થાળી સજાવી તેમાં માતાને ચઢાવાતો થાળ લઈ મંદિરે ભેગા થઈ કથા સાંભળી હતી.