ઝાલોદ નગરમાં જન્માષ્ટમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ : નગરના દરેક મંદિરો રોશનીથી ઝગમગી ઉઠયા તેમજ મટકી ફોડના કાર્યક્રમ યોજવામાં આવ્યા
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૨૦
જન્માષ્ટમીનો ઉત્સવ એટલે શ્રી કૃષ્ણનો જન્મોત્સવ, આ ઉત્સવની ઉજવણી દરેક મંદિરોમાં ભવ્ય રીતે કરાતી હોય છે ,જન્માષ્ટમીનો ઉત્સવ એટલો પાવન હોય છે કે શ્રદ્ધાળુઓ પોતાના ઘર વિસ્તાર કે મંદિરોમાં આની ઉજવણી ભવ્યાતિભવ્ય રીતે કરવામાં આવે છે દરેક માતાને પોતાના બાળકમાં કૃષ્ણ છે તેવો અહેસાસ થાય છે અને તેને કૃષ્ણ બનાવી તેના સાથે ગોપીયોની જેમ રમે છે.
ઝાલોદ નગરમાં જન્માષ્ટમીના ઉત્સવની સૌ ભક્તો દ્વારા ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી નગરના દરેક મંદિરોમાં રાત્રીના ૧૨ ના ટકોરે કૃષ્ણનો જન્મોત્સવ ઉજવાયો, દરેક મંદિરો નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ લાલકીની ધુન પર મંદિરો ગુંજી ઉઠયા હતા, દરેક મંદિરોમાં ભજન કિર્તન તેમજ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ અમુક વિસ્તારોમાં મટકી ફોડ જેવા પ્રોગ્રામો પણ યોજાયા હતા ,અમુક ઘરોમાં પણ લોકો કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ભવ્ય રીતે કરતા હોય છે અમુક સ્કૂલ સંસ્થાઓ તેમજ મંદિરોમાં શ્રી કૃષ્ણની ઝાંખીઓ જોવા લાયક હોય છે, નાના નાના બાળકોને કૃષ્ણ બનાવી લોકો લાડ લડાવતા જોવા મળતા હતા, દરેક નાના બાળકો કૃષ્ણના અવતાર રૂપી લાગતા હતા,વિવિધ મંદિરોમાં કૃષ્ણના જન્મોત્સવ આરતી પછી ઉમુક વિસ્તારોમાં મટકી ફોડના પ્રોગ્રામ પણ યોજવામાં આવ્યા હતા ત્યાં નાના નાના બાળકો દ્વારા મટકી ફોડવામાં આવી હતી આમ ખુબજ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ખૂબજ સુંદર રીતે જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.