દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના સરોરી ગામેથી એક મકાનમાંથી રૂા. ૨૨૦૦ની રોકડ રકમની ચોરી

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૦

દાહોદ તા.૨૦

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના સરોરી ગામે એક ઈસમે એક વ્યક્તિના ઘરના સોફા પર મુકી રાખેલ રોકડા રૂપીયા ૨૨૦૦ની રોકડ રકમ લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા. ૧૫મી ઓગષ્ટના રોજ સરોરી ગામે કટારા ફળિયામાં રહેતાં વિજયભાઈ નાનજીભાઈ કટારાના બંધ મકાનમાં ગામમાં રહેતો સુનિલ ઉર્ફે શનો તીતલાભાઈ નિસરતા આવ્યો હતો અને મકાનમાં ઓસરીના ભાગે સોફા ઉપર મુકી રાખેલ વિજયભાઈની દુકાનના વકરાના રૂપીયા ૨૦૦૦ થી ૨૨૦૦ રોકડા રૂપીયા ચોરી કરી લઈ સુનિલભાઈ નાસી જતાં આ સંબંધે વિજયભાઈ નાનજીભાઈ કટારાએ સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: