દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગામડી ગામે જુગાર રમતાં ૮ જુગારીઓને પોલીસે રૂા. ૭૧ હજારની રોકડ સાથે ઝડપી પાડ્યાં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૦
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગામડી ગામે એક બંધ મકાનમાં રમાતા શ્રાવણીયા જુગાર ધામ પર પોલીસે ઓચિંતો છાપો મારતાં ૮ જુગારીઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી કુલ રૂા. ૭૧,૪૮૦ની રોકડ રકમ સાથે ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે. ગત તા. ૧૯મી ઓગષ્ટના રોજ ઝાલોદ તાલુકાના ગામડી ગામે પંચશીલ સોસાયટીમાં કિશોરભાઈ વસંતીલાલ શર્માના મકાનમાં જુગાર રમતાં કિશોરભાઈ વસંતીલાલ શર્મા, મનોજભાઈ લાલચંદભાઈ અગ્રવાલ, મહેન્દ્રભાઈ બદરીપ્રસાદ અગ્રવાલ, સુરેશભાઈ અંબાલાલ અંબાલાલ દેસાઈ, કોમલકુમાર ભરતભાઈ અગ્રવાલ, અનિલભાઈ શિવદનીલાલ અગ્રવાલ, અશોકકુમાર હરિપ્રસાદ અગ્રવાલ અને દિલીપકુમાર રમણલાલ અગ્રવાલને ઝાલોદ પોલીસને મળેલ બાતમીના આધારે ઓંચિતો છાપો મારી ઉપરોક્ત આઠેય જુગારીઓને ચારેય તરફથી ઘેરી લઈ આઠેય જુગારીઓને ઝડપી પાડી તેઓની અંગ ઝડતીમાંથી રોકડા રૂપીયા ૫૭,૦૬૦ અને દાવ પરથી રોકડા રૂપીયા ૧૪,૪૨૦ મળી કુલ રૂા. ૭૧,૪૮૦ની રોકડ રકમ સાથે ઉપરોક્ત આઠેય જુગારીઓ વિરૂધ્ધ ઝાલોદ પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.