ઝાલોદ વાલ્મીકિ સમાજ દ્વારા જન્માષ્ટમીના ઉત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી : મટકીફોડનું ખૂબજ સુંદર આયોજન કરાયું હતું
રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૨૧
ઝાલોદ વાલ્મીકિ સમાજ દ્વારા સાઈ મંદીર ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ખૂબજ ઉત્સાહભેર કરવામાં આવી હતી સાઈ મંદીર ખાતે ભાવિક ભક્તો દ્વારા ભજન કીર્તન કરવામાં આવ્યું હતું અને રાત્રીના ૧૨ ના ટકોરે કૃષ્ણ ભગવાનનો જન્મ કરાયો તે વખતે આખું મંદીર નંદ ઘેર આનંદ ભયોના નારા સાથે ગુંજી ઉઠયું હતું ત્યાર બાદ આરતી કરી સૌ ભક્તોએ પ્રસાદ લીધો હતો, મંદિરની બહાર વાલ્મીકિ સમાજ દ્વારા મટકીફોડનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો વાલ્મીકિ સમાજના દરેક લોકો ગોવિંદા આલારે આલા જરા મટકી સંભાલ વ્રજબાલા ના તાલે ઝૂમી ઉઠયા હતા ત્યારબાદ ત્યાં મટકી ફોડવામાં આવી હતી આમ વાલ્મીકિ સમાજ દ્વારા ખુબજ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

