દેવગઢ બારીઆના ભથવાડા ટોલનાકા પાસેથી પોલિસે રૂ. અઢી લાખ ઉપરાંતના વિદેશી દારૂના જંગી જથ્થા સાથે ટ્રક ચાલકની અટક કરી

દાહોદ તા.૧૧
દેવગઢ બારીઆ પોલિસને મળેલ બાતમીના આધારે ભથવાડા ટોલનાકા પાસે નાકાબંધી કરી આવતાં જતા તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતી હતી તે સમયે બાતમીમાં દર્શાવેલ એક ટ્રક ત્યાથી પસાર થતાં પોલિસે સાબદી બની હતી અને ટ્રકને ઉભી રખાવી ટ્રકની તલાસી લેતા ટ્રકમાં ચોરખાનામાંથી વિદેશી દારૂની બોટલો નંગ.૧૧૨૮ જેની કુલ કિંમત રૂ.૨,૮૬,૮૦૦ ના પ્રોહીના જંગી જથ્થા સાથે ટ્રકની કિંમત મળી કુલ રૂ.૭,૮૮,૮૦૦ ના મુદ્દામાલ સાથે ટ્રક ચાલકની અટક કર્યાનું જાણવા મળે છે.
હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા દારૂ – જુગારની ગેરકાયદે પ્રવૃતિઓ અંકુશમાં લેવાના ઉદ્દેશ્યથી તારીખ ૧૦.૧૦.૨૦૧૯ થી તારીખ ૧૬.૧૦.૨૦૧૯ સુધી તમામ શહેર,જિલ્લા ખાતે દારૂ – જુગારની પ્રવૃતિઓ રોકવા માટે એક સપ્તાહની સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે જે અનુસંધાન પંચમહાલ – ગોધરા રેન્જનાઓએ વધુમાં વધુ અસરકાર કામગીરી કરવા સુચના આપતાં પોલિસ અધિક્ષક હિતેશ જાયસ,દાહોદનાઓની સુચના મુજબ લીમખેડા અને દેવગઢ બારીઆ પોલિસને સુચના આપતાં પોલિસ સતર્ક બની હતી અને જેને પગલે દેવગઢ બારીઆ પોલિસને મળેલ બાતમીના આધારે ભથવાડા ટોલનાકા પાસે નાકાબંધી કરી આવતા જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતા તે સમયે ત્યાંથી એક ટ્રક પસાર થઈ હતી આ ટ્રક બાતમી દર્શાવેલ હોવાનું પ્રતિત થતાં નજીક આવતાં જ ટ્રકને ચારે બાજુથી પોલિસે ઘેરી લીધી હતી અને ટ્રકના ડ્રાઈવરની અટક કરી ટ્રકની તલાસી લેતા ટ્રકમાં ચોરખાનામાંથી વિદેશી દારૂની તથા બીયરની પેટીઓ નંગ.૬૨ જેમાં કુલ બોટલો નંગ.૧૧૨૮ જેની કુલ કિંમત રૂ.૨,૮૬,૮૦૦ ના પ્રોહી જથ્થા સાથે રૂ.૫,૦૦,૦૦૦ લાખની કિંમતની ટ્રક સાથે પોલિસે કુલ રૂ.૭,૮૮,૮૦૦ ના મુદ્દામાલ સાથે ટ્રકના ચાલક વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: