ઝાલોદ નગરમાં પર્યુષણ પર્વ નિમિતે જૈન સાધ્વીઓ નું નગરમાં આગમન

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૨૨

ઝાલોદ નગરમાં સમસ્ત જૈન સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પર્યુષણ મહાપર્વ નવી ઉમંગ નવા તરંગ અને નવા આત્મવિશ્વાસની સાથે આત્મા જાગૃતિનું અનુપમ સંદેશ લઇને પર્યુષણ પર્વ ઉજવી રહ્યા છે સમગ્ર જૈન સમાજ પર્યુષણ પર્વ દરમ્યાન બહાર વાદવિવાદો થી દૂર રહી મૈત્રીભાવ થી પર્વને સજાવી સવારિને ઉજવી રહ્યા છે પર્યુષણ મહાપર્વ પ્રાણીમાત્રને પ્રેમનો સંદેશો આપે છે જીવનના સાજપર મધુર સંગીત વગાડે છે અને મનમાં કટુતા ઈર્ષા ,રાગ દ્વેષ અને ચાડી ચુગલીને દૂર કરે છે ઝાલોદ નગરમાં જૈન સમાજ માટે આઠ દિવસની ધર્મ આરાધના કરાવા માટે પરમ પૂજ્ય આગમો ઉદ્ધારક સમુદાય વસ્તીની સરલ સ્વભાવિ પરમ પૂજ્ય સીલ રેખા શ્રીજીમહારાજ સાહેબની શિષ્યા શ્રુત રેખા શ્રીજી મહારાજ સાહેબ અને સ્નેહ વર્ષા શ્રીજી મહારાજ સાહેબ આદિ થાણા ૨ ના સાનિધ્યમાં જિનવાણીનો અનેરો લાભ લઈ જીવનને ધન્ય બનાવીએ દર્શન પૂજન અર્ચન તપ ત્યાગ તપસ્યા સામાઈક પ્રતિક્રમણ કરી પર્વની અનેરા ઉત્સાહ સાથે ઉજવીએ નાના ગામમાં નાના સમાજમાં મોટી ધર્મ આરાધના થાય સમાજના લોકો ધર્મ મય બને તેવા કાર્યો કરી અને જીવનને ધર્મમય બનાવીએ આઠ દિવસની ધર્મ આરાધનામા જિનવાણી રૂપી પાણીથી શ્રાવકોને ભગવાન મહાવીરનો સંદેશો પાઠવી પાપ કર્મો ધોવાનો મૂલ્યવાન અવસર લઇને પધારી રહ્યા છે પોતાના આત્મકલ્યાણ માટે જાગૃત થવા નું સુંદર અવસર ઝાલોદના જૈન સમાજ માટે આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: