દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોરના જન્મ દિવસની ઝાલોદ ભાજપ દ્વારા ઉજવણી કરાઈ
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૨૩
આજરોજ ઝાલોદ શહેર ખાતે સેવાભાવી, અને સમાજમાં આગવું સ્થાન ધરાવનાર દાહોદ જિલ્લાના લોકલાડીલા માનનીય સાંસદ જસવંતસિંહ ભાભોર તેમની જીવન સફરના ૫૬ માં વર્ષ માં પ્રવેશ કર્યો. આ જન્મદિવસ નિમિતે ભાજપ પરિવાર દ્વારા ભગવાન દીર્ધાયુ પ્રદાન કરે તેવી મંગલકામના સાથે સાઈબાબા ના મંદિરે આરતી પૂજા કરવામાં આવી.. હનુમાનજી મંદિર હનુમાનચાલીસા નાં પાઠ કરવામાં આવ્યાં.તથા ઝાલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં દર્દી ઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું.. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શીતલકુમારી વાઘેલા, ઝાલૉદ શહેર પ્રમુખ દિનેશ ભાઇ પંચાલ, મહામંત્રી અનુપ પટેલ, જીલ્લા એસ.સી.મોરચા પ્રમુખ જીતુ શ્રી માળી,ઝાલોદ શહેર પુર્વ પ્રમુખ તથા ન.પા.પુર્વ પ્રમુખ ટપુભાઇ વસૈયા, ન.પા.પુર્વ પ્રમુખ અગ્નેશ ભાઇ પંચાલ, કાઉન્સિલર બટુલ ભાઇ ડામૉર, અનીલ ભાઇ ભાભૉર, ભાવેશ ભાઇ કટારા,બંક્ષીપંચ મોરચાના જીલ્લા મંત્રી રામચંદ્ ભાઈ પરમાર, ઝાલોદ શહેર યુવા મોરચા પ્રમુખ સંતોષ ભાઇ ભગૉરા, જીલ્લા સફાઈ સેલ ઈન્ચાર્જ અનીલ ભાઇ પરમાર, મહિલા મૉરચા પ્રમુખ રીટાબેન સોલંકી, મહામંત્રી જીગ્નીશા બેન પંચાલ,સંયોજક રાજુ ભાઇ કૉળી..તથા અન્ય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.