દાહોદ તાલુકામાંથી બે મોટરસાઈકલની ચોરી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૩
દાહોદ તાલુકામાં એક સાથે બે મોટરસાઈકલોની ચોરી થતાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
મોટરસાઈકલ ચોરીનો પ્રથમ બનાવ દાહોદ શહેર રળીયાતી તરફ જવાના રસ્તે લીટલ ફ્લાવર સ્કુલની સામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૦૨.૧૧.૨૦૨૦ના રોજ દાહોદ તાલુકાના રળીયાતી ગામે સાંગા ફળિયા પંચાયત વિસ્તારમાં રહેતાં મનેશભાઈ નબળાભાઈ સંગાડીયાએ પોતાની મોટરસાઈખલ લીટલ ફ્લાવર સ્કુલની સામે લોક મારી પાર્ક કરી કોઈ કામ અર્થે ગયાં હતાં. આ મોટરસાઈકલને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મોટરસાઈકલનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે મનેશભાઈ નબળાભાઈ સંગાડીયાએ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોટરસાઈકલ ચોરીનો બીજાે બનાવ દાહોદ તાલુકાના ચોસાલા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૯મી ઓગષ્ટના રોજ દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામે નિચવાસ ફળિયામાં રહેતાં મિનેશભાઈ માલજીભાઈ મેડા ચોસાલા ગામે કાળી ડેમ ખાતે કોઈ કામ અર્થે આવ્યાં હતાં અને પોતાની મોટરસાઈકલ સ્થળ પર લોક મારી પાર્ક કરી ગયાં હતાં. આ મોટરસાઈકલને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મોટરસાઈકલનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંદે મિનેશભાઈ માલજીભાઈ મેડાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.