દાહોદ શહેર સહિત જિલ્લામાં શ્રાવણના છેલ્લા સોમવારે શિવાલયોમાં શિવ ભક્તોની ભારે ભીડ જાેવા મળી
રિપોર્ટર : ગગન સોની


દાહોદ તા.૨૩
પવિત્ર શ્રાવણ માસનો ગઈકાલે છેલ્લો સોમવાર હોઈ દાહોદ શહેર સહિત જિલ્લાના તમામ શિવાલયોમાં શિવ ભક્તોની ભારે ભીડ જાેવા મળી હતી. વહેલી સવારથી જ શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યો હતાં. વહેલી સવારથી લઈ મોડી સાંજ સુધી શિવાલયોમાં શિવ ભક્તોની ભારે ભીડ જાેવા મળી હતી. અનેક શિવાલયોમાં પુજા, અર્ચના, મહા આરતિ, ભંડારા સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યાં હતાં. શહેર સહિત જિલ્લાના તમામ શિવાલયોને ભવ્ય રોશનીથી સણગારી દેવામાં આવ્યાં હતાં. દાહોદ શહેરમાં ઘણા શિવાલયો ખાતે પુજા, અર્ચના, મહા આરતી સહિત પ્રસાદી તેમજ ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. શિવ ભક્તોએ તમામ કાર્યક્રમોમાં ભક્તિભાવ પુર્વક જાેડાઈ પ્રસાદીનો લાભ લીધો હતો.

