ઝાલોદ તાલુકામાં સાર્વત્રિક વરસાદ ને લઈ માછણડેમની જળ સપાટી વધી : જળ સપાટી વધતા આજુબાજુના ગામોને એલર્ટ કરાયાં
રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૨૪
ઝાલોદ તાલુકામાં હાલ વરસાદ ખુબજ સરસ પડતાં માછણડેમ તેની ૨૭૭.૬૪ મીટર સંગ્રહ સંખ્યા કરતા વધી ગયેલ છે તેથી આગામી દિવસોમાં વરસાદની વધુ આગાહી જોતા ડેમમાં વધુ પાણી આવતા પાણીની જળસપાટી હજુ વધવાની સંભાવના છે તેથી વહીવટી તંત્ર દ્વારા આજુ બાજુના ગામોને અલર્ટ કરવામાં આવેલ છે જેમાં ચીત્રોડિયા,ઘાવડીયા, મહુડી, મુનખોસલા, માંડલી ખુંટા,થેરકા, ભાણપુર, ખરસાણા, મેલનીયા, વરોડ, નાનસલાઇ એમ ૧૧ જેટલા ગામોને તકલીફ ના પડે તે માટે વહીવટી તંત્ર પણ એલટઁ થઈ ગયેલ છે.

