દાહોદ તાલુકાના ભાઠીવાડા પ્રાથમીક આરોગ્ય કેન્દ્રની ઘોર બેદરકારી : પ્રસૃતાને આરોગ્ય કેન્દ્રમાં દાખલ ન કરાતાં પ્રસૃતાએ રસ્તામાંજ બાળકને જન્મ આપ્યો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૫
દાહોદ તાલુકામાં આવેલ ભાઠીવાડા પ્રાથમીક આરોગ્ય કેન્દ્રની ગંભીર લાપરવાહી બહાર આવવા પામી છે. એક પ્રસૃતિને પ્રસૃતિની પીડા ઉપડતાં તેને આરોગ્ય કેન્દ્રમાં પ્રસૃતિ ન કરાવી ઘરે રવાના કરવામાં આવતાં પ્રસૃતાને રસ્તામાંજ પ્રસૃતિ થઈ જતાં પરિવારજનોમાં ભારે રોષ ફેલાઈ જવા પામ્યો હતો જ્યારે આ મામલે દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને જાણ થતાં હાદોદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ભાઠીવાડા પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના તબીબો અને સ્ટાફના ફરજ બદલી હુકમો કરવામાં આવતાં દાહોદ જિલ્લા આરોગ્ય કેન્દ્રમાં સન્નાટો ફેલાઈ જવા પામ્યો હતો.
આજરોજ તારીખ ૨૪.૦૮.૨૦૨૨ના રોજ સવારના ૫.૩૦ કલાકે ભાટીવાડા ગામમાં પીયરમાં રહેતા શારદાબેન ભુરીયા નામની સગર્ભા મહિલાને પ્રસૃતિનો દુઃખાવો ઉપડતા નજીકમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાટીવાડા ખાતે પ્રસૃતાને લઈ જવામાં આવ્યાં હતાં ત્યાં હાજર સ્ટાફ નર્સ બહેને પ્રસૃતાની તપાસ કરી સુવાવડમાં વાર લાગશે કહી ઘરે પ્રસૃતા અને તેમના પરિવારજનોને રવાના કરી દેવામાં આવ્યાં હતાં. ઘરે જતી વેળાએ રસ્તામાં જે સગર્ભા મહિલાની થોડીવારમાં રસ્તામાં જ પ્રસૃતિ થઈ ગઈ હતી. આ ઘટનાને પગલે પ્રસૃતાના પરિવારજનોમાં ભાઠીવાડા પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના તબીબો અને સ્ટાફ પર ભારે આક્રોશ પણ જાેવા મળ્યો હતો. આ અંગેની જાણ જીલ્લા વિકાસ અધિકારી નેહાકુમારીને ધ્યાને આવતા તાત્કાલિક મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીને સૂચના આપી ફરજના તબીબો તથા સ્ટાફ નર્સને ફરજ બદલીના હુકમ કરવા જણાવવામાં આવ્યું હતું તથા તપાસ કમીટીની રચના કરી જીલ્લા રોગચાળા અધિકારીઅને તાલુકા આરોગ્ય અધિકારીને જરૂરી તપાસ કરી વહેલી તકે રીપોર્ટ રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી.