દાહોદ તાલુકાના વિવિધ વિસ્તારો તેમજ ફળિયામાં રસ્તાના અભાવે ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ : દાહોદ આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રસ્તો બનાવી આપવા રજુઆત કરવામાં આવી

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૫
દાહોદ તાલુકાના ઉચવાણીયા, ભાવલા ફળિયા, ડીંડોર ફળિયા, લીમડીયા ફળિયું, વેલજી ફળિયાના લોકો અને ઢોરો તેમજ શાળાએ જતાં બાળકો માટે તથા સ્મશાન જવા માટે ડામોર રોડ બનાવવા મામલે દાહોદ આમ આદમી પાર્ટી દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
દાહોદ આમ આદમી પાર્ટી દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, દાહોદ તાલુકાના ઉચવાણીયા, ભાવલા ફળિયા, ડીંડોર ફળિયા, લીમડીયા ફળિયું, વેલજી ફળિયાના લોકોને અવર જવર કરવા, બાળકોને શાળાએ જવા માટે, ઢોર – ઢાકરને આવવા જવામાં તકલીફ પડતી હોય તેમજ ઉપરોક્ત ગામના લોકોને જવા માટે કોઈ રસ્તાની સગવડ ન હોઈ અને સ્મશાને જવા માટે પણ ભારે તકલીફ પડતી હોય છે. ચોમાસામાં કોઈપણ વ્યક્તિને સારવાર માટે દવાખાને કે મરણ પ્રસંગમાં મૃતકને લઈ જવા માટે ગામના લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે. વાહનોને વિસ્તારની બહાર મુકવા પડે છે માટે ગ્રામજનોને સુવિધા મળી રહે તે માટે રસ્તો બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. આ મામલે સરપંચ, તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય, ધારાસભ્ય તમામને રજુઆત કરવામાં આવેલ છે તેમજ છતાંય આજદિન સુધી આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું ન હોઈ સત્વરે રસ્તો બનાવવામાં આવેલ તેવી લાગણી અને માંગણી સાથે આમ આદમી પાર્ટી દાહોદ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!