થોડા દિવસો પહેલા દાહોદ શહેરની એક જ્વેલર્સની દુકાનમાંથી ત્રણ મહિલાઓએ ચોરીને અંજામ આપ્યાંની ઘટના : દાહોદની એક જ્વેલર્સની દુકાનમાંથી રૂા. ૨૫ હજારના ચાંદીના દાગીના ચોરી કરનાર ત્રણ પૈકી બે મહિલાને પોલીસે ઝડપી પાડી
રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૬
થોડા દિવસો પહેલાં દાહોદ શહેરમાં આવેલ એક જ્વેલર્સની દુકાનમાંથી ત્રણ અજાણી મહિલાઓ દ્વારા દુકાનદારની નજર ચુકવી રૂા. ૨૫૦૦૦ના ચાંદીના દાગીના લઈ ફરાર થઈ ગઈ હતી જે મામલે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવા પામી હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈ દાહોદ એલ.સી.બી. પોલીસે તપાસનો ધમધણાટ આરંભ કરતાં પોલીસે ત્રણ પૈકી બે મહિલાઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાંનું જાણવા મળે છે. ગત તા. ૨૦મી ઓગષ્ટના રોજ દાહોદ શહેરના પડાવ વિસ્તાર ખાતે નેતાજી બજાર સ્થિત આવેલ મીત નિલેશકુમાર સોનીની જ્વેલર્સની દુકાનમાં ત્રણ અજાણી મહિલાઓ આવી હતી અને દુકાનદારની નજર ચુકવી ત્રણ મહિલાઓએ રૂા. ૨૫૦૦૦ની કિંમતના ચાંદીના છડા નંગ. ૪ જાેડ ચોરી કરી લઈ નાસી ગઈ હતી. આ મામલે મીત નિલેશકુમાર સોનીએ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ એલ.સી.બી. પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરતાં પોલીસને મળેલ બાતમીના આધારે દાહોદ શહેરના પડાવ વિસ્તાર ખાતે આવેલ દુધીમતિ નદી જવાના રસ્તે વોચ ગોઠવી ઉભા હતાં તે સમયે ત્યાંથી બે મહિલાઓ ઉપર પોલીસને શંકા જતાં પોલીસને જાેઈ બંન્ને મહિલાઓ ભાગવા જતાં પોલીસે બંન્ને મહિલાઓની અટકાયત કરી પોલીસ મથકે લઈ આવ્યાં હતાં અને તેઓની પુછપરછ કરતાં પોતે ઉપરોક્ત જ્વેલર્સની દુકાનમાં ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસે તેઓની પાસેથી રૂા. ૨૫૦૦૦ની કિંમતના ૪ નંગ. ચાંદીના છડાની જાેડ કબજે કર્યાં હતાં. બંન્ને ઝડપાયેલ મહિલાઆએ પૈકી એકે પોતાનું નામ મીનાબેન દિલીપભાઈ ડામોર (રહે. સીંગલ ફળિયુ, તા.જિ.દાહોદ) અને શારદાબેન સુરેશભાઈ ભુરીયા (રહે. ગલાલીયાવાડ, નિશાળ ફળિયુ, તા.જિ.દાહોદ) જણાવ્યું હતું જ્યારે અન્ય એક ફરાર મહિલાના પોલીસે ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

