દાહોદ શહેરના ગણેશ મંડળોમાં છુપો આક્રોશ ફેલાયો : દાહોદના છાબ તળાવ ખાતે ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે તેવી તંત્ર સમક્ષ રજુઆત

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૬
દાહોદ શહેરમાં દુંદાંળા દેવ ભગવાનશ્રી ગણપતિના આગમનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દાહોદ શહેરના ગણેશ મંડળો મુંઝવણમાં મુકાયા છે સાથેજ ગણેશ મંડળોમાં આક્રોશ પણ જાેવા મળી રહ્યો છે જેનું મુખ્ય કારણ છે કે, પરંપરાગત દર વર્ષે દાહોદના ઐતિહાસિક છાબ તળાવમાં ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવતું હતું પરંતુ સ્માર્ટ સીટી અંતર્ગત ઝાબ તળાવના બ્યુટીકેશનની કામગીરીને પગલે તળાવમાં વિસર્જન કરવા પર તંત્ર દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો ત્યારે કોરોના કાળના લાંબા સમય બાદ પુનઃ તમામ તહેવારોમાં રંગ જામતા આ વખતે ગણેશ મહોત્સવ પણ ગણેશ મંડળો દ્વારા ધામધુમથી ઉજવવાનું નક્કી કર્યું છે પરંતુ સમસ્યા એ છે કે, ઝાબ તળાવમાં ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે તેવી લાગણી અને માંગણી દાહોદ શહેરના ગણેશ મંડળોમાં ઉઠવા પામી છે. આજરોજ આ મામલે દાહોદ શહેરના ગણેશ મંડળો, પ્રાંત અધિકારી અને મામલતદાર વચ્ચે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાહોદ શહેરના સ્ટેશન રોડ ખાતે રસ્તાની સાઈડમાં હાલ જ્યાં આઠમનો મેળો યોજાયો હતો તે સ્થળે એક કૃત્રિમ તળાવનું નિર્માણ કરવામાં આવશે અને ચાકલીયા રોડ ખાતે આવેલ ચંદન તલાવડી ખાતે એમ બે સ્થળોએ ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમાનું વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવેલ છે પરંતુ ગણેશ મંડળોને આ સંતોષ ન હોવાને કારણે દાહોદના ઝાબ તળાવ ખાતે તળાવના કોઈક એક ભાગમાં વિસર્જન કરવાની તંત્ર સમક્ષ ઈચ્છા દર્શાવી હતી અને તંત્ર દ્વારા આ મામલે ગણેશ મંડળોની રજુઆતને ધ્યાનમાં લઈ યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવી બાહેધરી પણ આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: