ઝાલોદ નગરના ગણેશ મંડળો ગણપતિની આન બાન સાથે આગમન માટે તૈયારીમાં વ્યસ્ત : નગરમાં મૂર્તિકારોમાં પણ જોવાતો અનેરો ઉત્સાહ

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૨૬

ગણપતિ બપ્પાના હવે આગમન માટેના ગણતરીના દિવસો છે ત્યારે નગરના દરેક ગણેશ મંડળો બપ્પાનાં આન બાન શાન સાથે લાવવા માટે તૈયારીઓમાં વ્યસ્ત જોવાઈ રહ્યા છે નગરનાં દરેક વર્ગના લોકો બાપ્પાના સ્વાગત માટે તૈયારીઓ કરી રહ્યા છે અમુક વિસ્તારોમાં તો બાપ્પાનું વાજતે ગાજતે ભજનની રમઝટ સાથે, અબીલ ગુલાલ ઉડાડતાં, ફટાકડા ફોડતા, ડીજેનાં તાલે લોકો ઠેર ઠેર સ્વાગત કરતા નગરમાં બાપ્પાનાં આગમનને વધાવી રહ્યા છે, નગરના ગણેશ મંડળો તેમજ ભક્તો બાપ્પાને લાવતા ગગન ગુંજી જાય તેમ ગણપતિ બાપ્પા મોરિયાના ગગનભેદી નારા સાથે લાવતા જોવાઈ રહ્યા છે, આ વખતે બાપ્પાને આવકારવા માટે અમુક મંડળો દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરી અનેરું આકર્ષણ ઉભુ કરતા જોવાઈ રહ્યા છે બાપ્પાના આતિથ્યને આવકારવા માટે બાળકોથી માંડી વૃદ્ધ સુધી સહુ કોઈ રાહ જોઈ રહ્યા છે, નગરના વિવિધ મંડળો દ્વારા બાપ્પાની અલાયદી ઝાંખિયો બનાવવામાં વ્યસ્ત જોવાઈ રહ્યા છે.

૩૧-૦૮-૨૦૨૨ બુધવારનાં રોજ ગણેશજીનીનો જન્મ ઉત્સવને લઈ મૂર્તિકારો દ્વારા અવનવી ડિઝાઇનો સાથે કલરફૂલ ગણેશજીની મૂર્તિઓ લઇ આવેલ છે ,હવે ગણેશ ઉત્સવ દરેક ગામ ગામમાં અને ઘર ઘરમાં ઉત્સાહ પૂર્વક યોજાતો હોવાથી ભાવિક ભક્તોનો નગરમાં મૂર્તિ લેવા ઘસારો જોવા મળી રહેલ છે ,હાલ મૂર્તિકારો પાસે લોકો માટીની મૂર્તિની વધુ ડિમાંડ કરતા જોવા મળી રહેલ છે ,ગણેશ ઉત્સવને લીધે હાલ નગરમાં ચહલ પહલ પણ વધુ જોવા મળી રહેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!