ગણેશ વિર્સજન કલેક્ટર કચેરી બહાર આવેલા સ્થળે કરવા સર્વસંમતિ સાધવામાં આવી છે : એસપી શ્રી બલરામ મીણા
દાહોદ તા.૨૭
જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણાએ આજે ગણેશ મંડળના પ્રતિનિધિઓ સાથે યોજાયેલી બેઠક બાદ સંર્વસંમતીથી લેવાયલા નિર્ણય વિશે જણાવતા કહ્યું કે, ગણેશ વિર્સજન માટે તમામ વિકલ્પો તપાસ્યા બાદ તેમજ સુપ્રીમ કોર્ટ અને સરકારની માર્ગદર્શિકા મુજબ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગણેશ વિર્સજન માટે કલેક્ટર કચેરીની બહાર એક કૃત્રિમ તળાવ તૈયાર કરાશે. જે સ્થળે ગણેશ વિર્સજન કરવામાં આવશે. આજની બેઠકમાં ગણેશ મંડળના પ્રતિનિધિઓની આ બાબતની સ્થળ દૂર હોવા સહિતની રજૂઆતોનો સંતોષકારક નિકાલ કરાયો છે. આગામી વર્ષોમાં ગણેશ વિર્સજન માટેના યોગ્ય સ્થળ બાબતે પણ ખાતરી આપવામાં આવી છે. ગણેશ મંડળના પ્રતિનિધિઓ તેમજ ઉપસ્થિત અન્ય નાગરિકો, તેમજ જનપ્રતિનિધિઓએ કલેક્ટર કચેરી બહારની તરફ આવેલા સ્થળે ગણેશ વિર્સજન માટે સંમતિ આપી છે અને અહીં પ્રશાસન દ્વારા વિર્સજન માટેની તમામ સુવિધાઓ કરી અપાશે.