ઝાયડસ હોસ્પીટલમાં ઇન્ટરનેશનલ ડે ઓફ ગર્લ ચાઇલ્ડની ઉજવણી
દાહોદ
દાહોદ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં ગ્રામ પંચાયતની ચુંટણી તા. ૧૩/૧૦/૨૦૧૯ ના રોજ યોજાનાર છે. આ ચુટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે દાહોદ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી વિજય ખરાડી એ હથિયાર જમા લેવાનું જાહેરનામું તા. ૦૯/૧૦/૨૦૧૯ના રોજ બહાર પાડયું છે, આ જાહેરનામું તા. ૧૯/૧૦/૨૦૧૯ સુધી અમલમાં રહેશે.
ગ્રામ પંચાયતોની સામન્ય /વિભાજન/મધ્યસત્ર/પેટાચૂંટણીઓ તા.૧૩/૧૦/૨૦૧૯ના રોજ દાહોદ જિલ્લામાં યોજાનાર છે. ગ્રામ પંચાયતની ચુંટણીઓ દરમીયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી વિજય ખરાડી દ્વારા દાહોદ શસ્ત્ર અધિનિયમ ૧૯૫૯ની કલમ ૨૪ અને કલમ ૨૪ (૧) થી દાહોદ જિલ્લામાં ઝાલોદ તાલુકાના ખેડા, ખરસોડ, કંબોઇ, પરથમપુર, ધોળીદાંતી, કદવાલ, કોકસાફળીયા, નાળફળીયા, પાણીવેડ, મોટાફળીયા તથા ફતેપુરા તાલુકાના ફતેપુરા, રતનપુરનેશ, પાટવેલ અને ધાનપુર તાલુકાના ઊંડાર, કૌટંબી તથા દેવગઢ બારીયા તાલુકાના મોટી ખજુરી, મોટી ખજુરી (દક્ષીણ) ગામોની ગ્રામ પંચાયતોની ચુંટણીઓ દરમ્યાન પાક રક્ષણ તથા સ્વરક્ષણ કે અન્ય હેતુ માટેના હથિયાર પરવાના ધરાવતા તમામ પરવાનેદારોને તેઓના હથિયાર અને કારતુસ/દારૂગોળા તા. ૦૯/૧૦/૨૦૧૯ના જાહેરનામાથી તા. ૧૯/૧૦/૨૦૧૯ સુધીના સમયગાળા માટે તેમના વિસ્તારમાં લાગુ પડતા પોલીસ મથકે જમા કરાવવાનો હુકમ કરવામાં આવ્યો છે.આ હુકમ વિવિધ સરકારી કચેરીઓ, પોલીસ અધિકારીઓ-જવાનો વગેરે પોતાની ફરજના ભાગરૂપે હથીયાર સાથે રાખવું પડતું હોય તેઓને લાગુ પડશે નહી.