ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમાનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યુ : દાહોદમાં ગણેશ ચતુર્થીની ચાલી રહેલ તડામાર તૈયારીઓ : ગણેશ મંડળોમાં ભારે ઉત્સાહ
રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૯
દાહોદ શહેર સહિત જિલ્લામાં ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવા લોકોમાં અનેરો થનગનાટ જાેવા મળી રહ્યો છે. આગામી તારીખ ૩૧મી ઓગષ્ટના રોજ ગણેશ ચતુર્થીના પાવન અવસરે ગણેશ મંડળો પોતાના પંડાલોમાં અને ગણેશ ભક્તો પોત પોતાના ઘરોમાં ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમાની સ્થાપનાર કરના છે ત્યારે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગણેશ મંડળો અને ગણેશ ભક્તો દ્વારા ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમાને વાજતે ગાજતે પ્રતિમાઓને ગણેશ મંડળો તેમજ ઘર સુધી લઈ જવામાં આવી રહી છે.
ભગવાન શ્રી ગણેશજીની આકર્ષક અને નયન રમ્ય પ્રતિમાઓ દાહોદ શહેરમાં જાેવા મળી રહી છે. આગામી તારીખ ૩૧મી ઓગષ્ટના રોજ ગણેશ ચતુર્થીના રોજ દાહોદ શહેર સહિત જિલ્લામાં ગણેશ મંડળો સહિત ગણેશ ભક્તોમાં અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે તમામ તહેવારોમાં રંગમાં ભંગ પડ્યો હતો ત્યારે આ વર્ષે ગણેશ મંડળો દ્વારા ગણેશ ચતુર્થીનો મહોત્સવ પણ ધામધુમથી ઉજવનાર છે. ગણેશ મંડળો દ્વારા ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમાને ડી.જે., ઢોલ નગારાના તાલે વાજતે ગાજતે પંડાલ સુધી લઈ જવામાં આવી રહી છે. ગણેશ ચતુર્થીના પાવન અવસરે શહેરમાં ઠેર ઠેર નાના મોટા મંડળો,ગલીએ ગલીએ,શેરીએ શેરી તેમજ ઘરોમાં ગણેશજીની પ્રતિમાની ઉત્સાહભેર સ્થાપના કરવામાં આવનરા છે. મોટા મંડળો દ્વારા શહેરમાં આકર્ષક ઝાંખીઓ વિગેરે ડેકેરેશનની પણ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચુક્યો છે. આ બાબતની અગાઉથી જ તંત્ર દ્વારા નોંધ લઈ અને દશ દિવસ સુધી કાયદો અને વ્યવસ્થા જણવાઈ રહે તે માટે પોલીસ તંત્ર પણ સજાગ થઈ ગયુ છે ત્યારે બીજી તરફ શહેરના મંડળો સિવાય ઘરે ઘરે ઘણા ગણેશ ભક્તો દ્વારા પીઓપીની પ્રતિમાની ખરીદી કરવાને બદલે ઈકોફ્રેન્ડલી ગણેશ મહોત્સવ ઉજવવા માટે માટીના ગણપતિની સ્થાપના પણ કરવામાં આવનાર છે.

