બાળકોને સેવ મમરા જેવો નાસ્તો આપવામાં આવી રહ્યો છે : દાહોદની કોળી આંબા રળીયાતી શાળામાં છેલ્લા ઘણા સમયથી બાળકોને મધ્યાહન ભોજન ન મળતા વાલિઓ તેમજ ગ્રામ જનોમાં રોષ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૯
ચાલો શાળાએ જઈએ હમ બાળકો ભણવાની સાથે કુપોષીત ન રહે એવા આશયથી સરકાર દ્વારા બાળકોને મધ્યાહન ભોજનની સુવિધા સરકાર દ્વારા આપવામાં આવે છે પરંતુ દાહોદ તાલુકાની ઓળી આંબા રળીયાતી શાળામાં ભણતા ૧૨૦ બાળકો મધ્યાહન ભોજન મળતું નથી એનું મુખ્ય કારણ સંચાલક છે છેલ્લા ઘણા સમયથી સંચાલક શાળાએ આવતી નથી એ સંચાલક શાળામાં આવતી નથી એનું મુખ્ય કારણ અંક બંધ છે જેથી બાળકોને સરકાર દ્વારા શાળામાં અપાતું ભોજન મળતું નથી જેના કારણે કેટલાક બાળકો શાળામાં આવતા નથી તો કેટલાક બાળકો રીસેનના સમયે જમવા ઘરે જતાં રહે છે જે શાળાએ પાછા આવતાં નથી તો કેટકાય બાળકોને ૫.૫ રૂપિયાના પડીકાઓનુ નાસ્તો ખાવા મજબુર થવું પડે છે જેને લઈ શાળાના શિક્ષકો દ્વારા લાગતાં વળગતાં જેતે અધિકારીને લેખીત રજુઆતો કરી તેમ છતાં આંખ આડા કાન કરવામાં આવે છે વારમાંવાર રજુઆતો કરતાં તંત્ર એક્સનમાં આવ્યું જેથી સંચાલકની બહેન દ્વારા ૧૨૦ બાળકોની વચ્ચે થોડા સમયથી મમરા સેવ આપી છે પણ રોજે રોજ મમરા સેવ આપતાં વાલિયો રોષે ભરાયા ત્યારે સંચાલક ગામની હોય એટલે અને શિક્ષકો ગામ બહાર થી બાળકોને ભણાવવા આવતા હોય તો એક તરફ શિક્ષકોમાં ભય જાેવા મળ્યો હતો. ત્યારે ગામ જનો દ્વારા વિરોધ દર્શાવ્યો હતો.