ધાનપુર તાલુકાના પીપેરો ગામે કતલખાને લઈ જવાથી ભેસો ભરેલી પીકપ ઝડપાઈ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૯
ધાનપુર તાલુકાના પીપેરો ગામે તપાસમાં આવેલી દાહોદ એલસીબી તેમજ ધાનપુર પોલીસની સંયુક્ત કામગીરી હેઠળ દેવગઢબારીઆ તરફથી આવતી પીકપ ગાડી શંકાસ્પદ લગતા ધાનપુર પોલીસ અધિકારીઓ ગાડી રોકવાનો પ્રયાસ કરતા ડાઈવરે ગાડી પોલીસ ઉપર મારીને પિપેરોથી લીમખેડા તરફ ભાગતા અગાસવાણી ચોકડીથી ચોરબારીયા નાકટી ગામ આવતા રસ્તામાં દાહોદ એલસીબી પોલીસ અને ધાનપુર પોલીસ પકડી પાડ્યા હતા જયારે ડાઇવર ગાડી છોડીને ભાગી છુટ્યો હતો જાેકે કંડકટર પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કંડક્ટરના જણાવે અનુસાર પીકપ ગાડી ચિરાગભાઈ છે અને ભેસો કતલખાનામાં લઈ જવાતી હતી હાલ ધાનપુર પોલીસે પ્રાણીકૃતા અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.