દૂધની થેલીઓ રઝળતી મળતી હોય છે અને શાળામાંથી ફેંકી દેવામાં આવે છે : દાહોદ જિલ્લાની આંગણવાડી બહેનો દ્વારા સંજીવની દુધ યોજના બંધ કરવા તેમજ પોતાની વિવિધ માંગણી સંદર્ભે કલેક્ટર કચેરી બહાર વિરોધ દર્શાવ્યો

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૩૦
છાપરીમાં જિલ્લા કલેકટર કચેરી બહાર આંગણવાડીની બહેનોએ પડતર માંગણીઓને લઈને વિરોધ દર્શાવ્યો હતો જેમાં સરકારનું સંજીવની દૂધ યોજના બંધ કરવા માટે પણ રજૂઆત કરાઈ હતી તેવું તેમણે જણાવ્યું હતું તેમજ વિવિધ પડતર માંગણીઓને લઈને દાહોદ જિલ્લાની આંગણવાડી બહેનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી આંગણવાડી બહેનોની પડતર માંગણીઓને પૂર્ણ કરવા માટે જણાવ્યું હતું.
સરકારની સંજીવની દૂધ યોજના બંધ કરવા માટે પણ આંગણવાડી બહેનોએ રજૂઆત કરી હતી જેમાં આંગણવાડીની બહેનોએ જણાવ્યું હતું કે દાહોદ જિલ્લામાંથી અનેકોવાર સરકારની સંજીવની દૂધની થેલીઓ રઝળતી મળતી હોય છે અને આ શાળામાંથી ફેંકી દેવામાં આવે છે અને આંગણવાડી બહેનો ઉપર શક કરવામાં આવે છે જેમાં શાળાના બાળકો અને આંગણવાડીના બાળકો આ સંજીવની દૂધ યોજના એટલું ખરાબ આવતું હોય છે તેથી બાળકો તે દૂધ પીતા નથી અને તે દૂધ રસ્તામાં જતા તે લોકો નાખી દેતા હોય છે જેથી શાળાના બાળકો નાખી દેતા હોય અને આંગણવાડી બહેનો ઉપર આક્ષેપો થતા હોય જેથી સરકાર પાસે માંગ કરવામાં આવી હતી જેમાં આંગણવાડીની બહેનોએ માગ કરી હતી કે સરકાર દ્વારા સંજીવની દૂધ યોજના બંધ કરવામાં આવે જેથી સંજીવની દુધ યોજનાનું દૂધ છે દૂધની થેલીઓ છે તે બંધ કરવામાં આવે તેવી માંગણી પણ આંગણવાડી બહેનો દ્વારા કરવામાં આવી હતી.
આંગણવાડી બહેનોએ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી તેમની પડતર માંગણીઓને લઈને જણાવ્યું હતું કે આંગણવાડી બહેનોના કામનું ભારણ ઓછો કરવું વધુ કામ અને ઓછું વેતણ આંગણવાડીની બહેનોને મળતું હોય છે ધાત્રુ માતાઓને અને સગર્ભા માતાઓને દરેક પ્રકારની મદદ આંગણવાડીની બહેનો કરતી હોય છે તેથી અમને કામનું ભારણ વધારે લાગે છે જેથી અમારો પગાર ૭૫૦૦ છે તો તેમાં અમને પરવડતું નથી તે પગાર સરકાર દ્વારા વધારવામાં આવે તેવી માંગણીઓ ને લઈને આજરોજ દાહોદ જિલ્લામાંથી આંગણવાડી કાર્ય કરતી બહેનો દાહોદના છાપરી ખાતે આવેલી જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉમટી પડી હતી અને પોતાની પડતર માંગણીઓને લઈને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું અને નારામારી જિલ્લા સેવા સદન ગુંજી નાખ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!