લીમખેડા તાલુકાના ફુલપરી ગામે બે ટ્રકો સામસામે ધડાકાભેર અથડાતાં એકનું મોત નીપજ્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૩૦
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ફુલપરી ઘાટી પાસે બે ટ્રકો સામસામે ધડાકાભેર ભટકાતાં બે પૈકી એક ટ્રકના ચાલકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે. ગત તા.૨૭મી ઓગષ્ટના રોજ લીમખેડા તાલુકાના ફુલપરી ઘાટી પાસે એક ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે સામેથી આવતી અન્ય એક ટ્રકને જાેશભેર ટક્કર મારતાં ટ્રકના ચાલકને શરીરે, હાથે પગે અને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓનું મોત નીપજ્યું હતું. આ સંબંધે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના નીસરતા ગામડી ગામે રહેતાં અનિલભાઈ ટીટાભાઈ નીસરતાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.