ગરબાડા તાલુકાના ભરસડા ગામેથી દાહોદ એસ.ઓ.જી. પોલીસે દેશી હાથ બનાવટના તમંચા સાથે એકને ઝડપી પાડ્યો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૩૦
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ભરસડા ગામેથી એક ઈસમ પાસેથી દાહોદ એસ.ઓ.જી. પોલીસે ગેરકાયદે દેશી હાથ બનાવટનો તમંચો કિંમત રૂા. ૨૫૦૦ સાથે ઝડપી પાડ્યાંનું જાણવા મળે છે. ગત તા.૨૫મી ઓગષ્ટના રોજ દાહોદ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ભરસડા ગામે કાંટાવાળા ફળિયામાં રહેતો અજીતભાઈ નારૂભાઈ માવીના ઘરે ઓચિંતો છાપો મારતાં પોલીસે અજીતભાઈને ઝડપી પાડ્યો હતો અને તેના ઘરની તલાસી લેતાં ઘરમાંથી દેશી હાથ બનાવટનો તમંચો કિંમત રૂા. ૨૫૦૦નો ઝડપી પાડી ઉપરોક્ત ઈસમ વિરૂધ્ધ દાહોદ એસ.ઓ.જી. પોલીસે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.