દાહોદ શહેરના ઝાલોદ રોડ ઉપરનો ગમખ્વાર માર્ગ અકસ્માત : ઓટો રીક્ષા અને મોટરસાઈકલ વચ્ચે માર્ગ અકસ્માત સર્જાતા મોટરસાઈકલ ચાલકનું મોત નીપજ્યું

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૩૦
દાહોદ શહેરમાં આવેલ ઝાલોદ હાઈવે ઉપર એક રીક્ષા અને એક મોટરસાઈકલ વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો અકસ્માતમાં એકનુ મોત ત્યારે ત્રણ જેટલા લોકોને શરીરે ઈજાઓ પહોંચી હતી.
દાહોદ ઝાલોદ હાઈવે પર બપોરના સમયે રીક્ષા અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે બાઈક ચાલકનુ ઘટના સ્થડેજ મોત નિયજ્યું હતું ત્યારે રીક્ષામાં સવાર ત્રણ જેટલા લોકોને શરીરે હાથ પગે ગંભીર ઈજાઓ પોહચી હતી. ઝાલોદ તરફથી આવતો બાઈક ચાલક અને દાહોદ તરફથી ઝાલોદ તરફ જતી રીક્ષા વચ્ચે અકસ્માત થતા બાઈકચાલક રોડ ઉપર ફગોડાયો હતો જેથી બાઈક ચાલક રોડ ઉપર ફંગોડાતા બાઈક ચલાકનુ ઘટના સ્થળેજ કમકમાટી ભયું મોત નિયજ્યું હતું ત્યારે અકસ્માત થતા રીક્ષા રોડ નજીક ખાડામાં ખાબકી હતી અને રીક્ષામાં સવાર ડ્રાયવર સહિત ત્રણ લોકોને શરીરે ઈજાઓ પોહચી હતી. અકસ્માત થતાજ આસપાસના લોકો દોડી આવીને ૧૦૮ ને જાણ કરી ઈજાગ્રસતોને દાહોદના ઝાયડસ હોસ્પિટલ સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ દાહોદ તાલૂકા પોલીસને થતા તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે પોહચી મૃતદેહને પીએમ અર્થે મોકલી મોતના કાગળો કરી વાહનોનુ કબ્જાે લઈ અકસ્માતના કાગળો કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!