દાહોદ તાલુકાના રામપુરા ગામનો બનાવ : તસ્કરોએ એક શાળાને નિશાન બનાવી રૂા. ૭૫ હજારની મત્તાની ચોરી કરી ફરાર : સીસીટીવી કેમેરાની તોડફોડ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૩૦
દાહોદ તાલુકાના રામપુરા ગામે આવેલ એક શાળામાં તસ્કરોએ હાથફેરો કરી શાળામાં મુકી રાખેલ સરસામાન કુલ રૂા.૭૫,૦૦૦ની મત્તાની ચોરી કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા.૨૭મી ઓગષ્ટના રોજ રામપુરા ગામે આવેલ એક શાળામાં રાત્રીના કોઈપણ સમયે અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી શાળામાં પ્રવેશ કરી શાળાના મકાનના દરવાજાનું તાળુ તોડી પ્રવેશ કર્યાેં હતો અને મકાનમાં મુકી રાખેલ પંખા નંગ.૪, એક એલ.ઈ.ડી., એક મોબાઈલ ફોન, મોનીટર, પ્રિન્ટર, સીપીયુ વિગેરે મળી કુલ રૂા. ૭૫,૦૦૦ની ચોરી કરી તસ્કરોએ કેમેરા કંટ્રોલ અને ઈલેક્ટ્રીક વાયરોની તોડફોડ કરી નુકસાન પહોંચાડી નાસી જતાં આ સંબંધે દાહોદ શહેરમાં આવેલ શ્રીરાજ કૃપા સોસાયટી, જીવનદીપ ઝાલોદ રોડ ખાતે રહેતાં અને શાળામાં ફરજ બજાવતાં સાવિત્રીબેન બદુભાઈ રાઠોડે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.