લીમખેડા એડિશનલ સેશન્સ કોર્ટના ચુકાદાથી સમગ્ર દાહોદ જિલ્લામાં ખળભળાટ મચ્યો : સીંગવડના છાપરવડ ગામની બાળાનું અપહરણ અને દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા

રિપોર્ટર : ગગન સોની

લીમખેડા તા.૩૧
સીંગવડના છાપરવડ ગામની માસુમ બાળાનુ અપહરણ અને બળાત્કાર ગુજાર્યા બાદ હત્યા કરવાના ગુનાના કેસમાં આજે લીમખેડા એડિશનલ સેશન કોર્ટે આરોપીને ફાંસીની સજા અને રૂપિયા પાંચ હજારનો દંડ ફટકારવામાં આવતા લીમખેડા તાલુકા સહિત દાહોદ જિલ્લામાં ચકચાર મસી ગઈ હતી. સિંગવડ તાલુકાના છાપરવડ ગામના કિરણભાઈ બારીયાની છોકરી નામે ભુરીબેન ઉંમર વર્ષ અઢી વર્ષની ગત તા, ૧૬/૯/૨૦૧૮ના રોજ સવારમાં ઘરના આંગણામાં રમતી હતી તે દરમિયાન સવારના નવેક વાગ્યાના સુમારે તેઓના કુટુંબી હરેશ ઉર્ફે ભોપત કાંતિભાઈ બારીયા ત્યાં આવ્યો હતો અને બાળકીને ઊંચકીને વેફર ખવડાવવા ના બહાને ઘરથી પાછળના રસ્તા તરફ મનસુખ નાથા બારીયાના ડાંગરવાળા ખેતરમાં ઝાડી ઝાખરા વાળી જગ્યા પર લઈ ગયો હતો અને અઢી વર્ષિય બાળકી ઉપર બળાત્કાર ગુજારીને તેની હત્યા કરી દેવામાં આવી હતી આ માંસુમ બાળકીનો મૃતદેહ બીજા દિવસે તારીખ ૧૭ મી સપ્ટેમ્બરના રોજ સાંજે મળી આવ્યો હતો આ બનાવની ફરિયાદ રણધીકપુર પોલીસ મથકે નોંધાવા પામી હતી જે કેસ એડિશનલ સેશન્સ જજ ભૂપેશ કુમાર શંભુભાઇ પરમાર લીમખેડા ની કોર્ટમા ચાલી જતા કોર્ટે સરકારી વકીલ એસ બી ચૌહાણની દલીલો ને ગ્રાહ્ય રાખી હતી અને આરોપી હરેશ ભાઈ ઉર્ફે ભોપત કાંતિભાઈ બારીયા ને ફાંસીની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬ ના શિક્ષાપાત્ર ગુનામાં તકસીરવાર ઠરાવી ને ૧૦ વર્ષની સખદ કેદની સજા કરતો હુકમ કરવામાં આવ્યો છે તથા ૩૦૨ મુજબના ગુનામાં ફાસીની સજા તથા ૫૦૦૦ નો દંડ અને જાે દંડ નહીં ભરે તો વધુ એક વર્ષની સજા ફટકારતો ઐતિહાસિક હુકમ કરવામાં આવતા કોર્ટ સંકુલમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: