રાજ્ય અને આંતરરાજ્ય મોટરસાઈકલ ચોરી અને ઘરફોડ ચોરી કરતી ગેંગ ઝડપાઈ : દાહોદ એલ.સી.બી. પોલીસે ૫૫ ગુન્હાઓમાં સંડોવાયેલ બે આરોપીઓને ઝડપી પાડ્યાં

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૦૧
દાહોદ એલ.સી.બી. પોલીસે દાહોદ જિલ્લા તેમજ જિલ્લા બહાના વાહન ચોરીના આઠ અનડીટેક્ટર ગુન્હાનો ભેગ ઉકેલી રાજ્ય અને આંતરરાજ્ય ઘરફોડ ચોરીના કુલ ૪૮ ગુનાઓની કબુલાત કરનાર બે આરોપીઓને ઝડપી પાડી ચોરીની ૦૭ મોટરસાઈકલો કબજે કરી હોવાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લા પોલીસે હાલ નાસતા ફરતાં આરોપીઓ અને અડીટેક્ટર ગુન્હાઓની શોધી કાઢવાની કામગીરી કરી રહી છે ત્યારે ગતરોજ દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે ગરબાડા તાલુકાના માતવા ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતી હતી તે સમયે બાતમીમાં દર્શાવેલ નંબર વગરની એક મોટરસાઈકલ પરથી બે ઈસમો પસાર થઈ રહ્યાં હતાં. પોલીસે તેઓને મોટરસાઈકલ સાથે ઉભા રાખી પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો અને પોલીસે બંન્નેને લઈ પોલીસ મથકે આવી પહોંચી હતી જ્યાં પોલીસે બંન્ને સઘન પુછપરછ કરતાં એકે પોતાનું નામ હેમરાજ ઉર્ફે હિમરાજ રાજુભાઈ મિનામા (રહે. માતવા, તા. ગરબાડા, જિ.દાહોદ) અને બીજાએ પોતાનું નામ સંતોષ કબાનભાઈ મિનામા (રહે. માતવા, તા.ગરબાડા, જિ.દાહોદ) જણાવ્યું હતું અને પોતે દાહોદ જિલ્લામાંથી અને જિલ્લા બહારથી મોટરસાઈકલો ચોરી કરતાં હોવાનું અને ઘરફોડ ચોરીને અંજામ આપી હોવાની કબુલાત કરી હતી. પોલીસે ઉપરોક્ત ઝડપાયેલ બંન્ને આરોપીઓ પાસેથી ચોરીની ૦૭ મોટરસાઈકલો કબજે કરી હતી. આ આરોપીઓની એક ગેંગ પણ છે જે રાજ્ય અને આંતરરાજ્ય ચોરીઓને અંજામ આપતાં હતાં.
ઉપરોક્ત બંન્ને આરોપીઓ તેમજ તેમની ગેંગે દાહોદ, હાલોલ, વડોદરા, ગોધરા વિગેરે જેવા વિસ્તારોમાં મોટરસાઈકલ ચોરી તેમજ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો અને જેતે પોલીસ મથકે આ સંબંધે ફરિયાદ પણ નોંધાંવા પામી હતી.
આ ગેંગમાં કુલ ૦૮ સભ્યો હોય જેઓ દિવસ દરમ્યાન વિસ્તારની રેંકી કરી બંધ મકાનને નિશાન બનાવી રાત્રીના સમયે ઘરફોડ ચોરી કરતાં અને ઘરની આગળ લોક મારી પાર્ક કરેલ મોટરસાઈકલોની પણ ચોરી કરતાં હોવાનું કબુલ્યું હતું. મોટરસાઈકલોની ચોરીમાં ગેંગ ડુબ્લીકેટ ચાવીવો ઉપયોગ કરી મોટરસાઈકલ ચોરી કરતાં હતાં.
ઉપરોક્ત બે પૈકી પકડોલ હેમરાજ રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં પણ ચોરીને અંજામ આપી ચુક્યો છે અને રાજસ્થાનના બાંસવાડા પોલીસ મથકે પણ આ મામલે ફરિયાદ નોંધાંવવા પામી હતી.
સમગ્ર મામલે દાહોદ એલ.સી.બી. પોલીસે ઉપરોક્ત ઝડપાયેલ બંન્ને ઈસમોના ગેંગના અન્ય સભ્યોની ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: