દાહોદ શહેરમાં એક ૫૩ વર્ષીય પરણિતા પાસે બિભિત્સ માંગણી કરતાં એક યુવક સામે પોલીસમાં ફરિયાદ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૧
દાહોદ શહેરમાં રહેતી એક ૫૩ વર્ષીય મહિલાને એક યુવકે મહિલાના મોબાઈલ ફોન ઉપર વોટ્સએપ પર અશ્લિલ મેસેજાે મોકલી બિભિસ્ત માંગણી કરતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ખાતે અરૂણોદય સોસાયટીમાં રહેતો દિનેશભાઈ ગુલાબસિંહ ગણાવાએ દાહોદ શહેરમાં રહેતી એક ૫૩ વર્ષીય મહિલાના મોબાઈલ ઉપર વોટ્સએપ પર અભદ્ર મેસેજમાં મહિલાને કહેલ કે, મસ્ત સેક્સી લાગો છો, અને મને પણ એક ચાન્સ આપો, જેવા અશ્લિલ મેસેજાે કરતાં આ સંબંધે મહિલાએ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.