દેવગઢ બારીઆના પુવાળા ગામે મોટરસાઈકલ સ્લીપ ખાઈ જતાં એકનું મોત નીપજ્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૧
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પુવાળા ગામે એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે હંકારી લાવી તે સમયે રસ્તાની વચ્ચે કોઈ જાનવર આવી જતાં મોટરસાઈકલ સ્લીપ ખાઈ ગઈ હતી અને જેમાં બે પૈકી એકનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.ગત તા.૨૯મી ઓગષ્ટના રોજ દેવગઢ બારીઆ નગરના કાપડી વિસ્તારમાં ખાંડા ફળિયામાં રહેતાં મોસીમભાઈ મહંમદભાઈ ખાંડા અને તેમની સાથે એઝાઝભાઈ બંન્ને જણા એક મોટરસાઈકલ પર સવાર થઈ પુવાળા ગામેથી પસાર થઈ રહ્યાં હતાં. મોસીમભાઈએ પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે હંકારી લાવતાં તે સમયે રસ્તાની વચ્ચે કોઈ જાનવર આવી જતાં મોટરસાઈકલ પરનો કાબુ ગુમાવી દેતાં મોટરસાઈકલ સ્લીપ ખાઈ ગઈ હતી અને મોસીમભાઈ અને એઝાઝભાઈ બંન્ને મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે મોસીમભાઈને શરીરે, હાથે પગે અને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું જ્યારે પાછળ બેઠેલ એઝાઝભાઈને શરીરે ઈજાઓ પહોંચતાં તેઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. આ સંબંધે દેવગઢ બારીઆ નગરના કાપડી વિસ્તાર ખાતે ફાટક ફળિયા ખાતે રહેતાં અયુબભાઈ ઈસ્માઈલભાઈ શુક્લાએ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.