દેવગઢ બારીઆ પંચેલા ગામના યુવકનું કારસ્તાન : ૨૧ વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી કુલ રૂપીયા ૨.૫૦ લાખની છેતરપીંડી કરી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૨
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે એક ૨૧ વર્ષીય યુવતીને એક યુવક દ્વારા લગ્નની લાલચ આપી યુવતીને વિશ્વાસમાં લઈ યુવતી પાસેથી રોકડા રૂપીયા તેમજ સોનાના દાગીના મળી કુલ રૂા. ૪,૦૦,૦૦૦ની છેતરપીંડી, વિશ્વાસઘાત કરી લગ્ન કરવાની ના પાડી દેતાં યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાંવ્યાંનું જાણવા મળે છે.
દેવગઢ બારીઆ તાલુકામાં રહેતી એક ૨૧ વર્ષીય યુવતીને દેવગઢ બારીઆ તાલુકાના પંચેલા ગામે ફુટેલી ફળિયામાં રહેતો ધર્મેન્દ્રકુમાર ઉર્ફે કાળુ માનસીંગ વણઝારાએ યુવતીને લગ્નની લાલચ આપી હતી અને યુવતી પાસેથી વર્ષ ૨૦૨૧ની સાલમાં યુવતીને લગ્નન કરવાનો પાકો વિશ્વાસ આપી યુવતીને પટાવી, ફોસલાવી તેણીની પાસેથી રોકડા રૂપીયા ૧,૫૦,૦૦૦ તેમજ સોનાના દાગીના કુલ વજન ૬.૮૮૬ તોલા કિંમત રૂા. ૨,૫૦,૦૦૦ એમ કુલ મળી રૂા. ૪,૦૦,૦૦૦નો મુદ્દામાલ યુવતી પાસેથી પડાવી લીધાં બાદ જ્યારે યુવતીએ ભાગીને લગ્ન કરવાની વાત કરતાં ધર્મેન્દ્રકુમારે યુવતીને કહેલ કે, તમો હલકી જાતિના છો, તારી સાથે લગ્ન નહીં કરૂં, તેમ કહી યુવતીને જાતિવાચક શબ્દો બોલી અપમાનિત કરી હતી અને યુવતી સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કરતાં આ સંબંધે યુવતીએ પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.