અલખધામ રામદેવજી મંદિરે રામદેવ નવરાત્રી મહોત્સવ ઉજવણી અંતર્ગત વિવિધ ભજન મંડળી ઓએ ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો
રિપોર્ટર : ગગન સોની


ગરબાડા ૦૨
ગરબાડા તાલુકાના જેસાવાડા ગામના અલખધામ રામદેવજી મંદિરે ભાદરવી નવરાત્રી મહોત્સવ ઉજવણી નિમિતે રામદેવજી મંદિર પરિસરમાં કેવડાત્રીજનો ભજનસંધ્યા કાર્યક્રમ ડો. તુષાર ચૌહાણ શ્રી કષ્ટભંજન સુંદરકાંડ મંડળ એ ચતુર્થીનો ભજન સંધ્યા શ્રી રામદેવપીર પરિવાર છરછોડા સમસુદાસ, બાલુદાસ બિલવાલ અને ઋષિ પંચમી ના ભજન સંધ્યા શ્રી રાયણ. ફ. અભલોડ ભજન મંડળ ભાવસિંહ ભાભોર ગ્રુપ અને ભજન મંડળ સિમળખેડીના પિદાભાઇ ડામોર અને ભલાભાઇ પરમાર ગ્રુપ સંતવાણી અને નિજારી ભજનોની રમઝટ જમાવી હતી આ પ્રસંગે સંત શ્રી રામગીરી બાપુ સંત ઉપસ્થિત રહી ભક્તોને વડા ધર્મ અંગે સુંદર સમજ આપી હતી

