ભૂતવડ પ્રાથમિક શાળાના આચાર્ય કિરણસિંહ ચાવડાનો જન્મ દિવસે વાલી માનસિંહભાઈએ બાળકોને તિથિ ભોજન આપ્યું
રિપોર્ટર : ગગન સોની
ગરબાડા તા.૦૨
ગરબાડા તાલુકાના વજેલાવ ગામ ની ભૂતવડ પ્રા શાળા ના આચાર્ય કિરણસિંહ ચાવડા નો આજે બીજી સપ્ટેમ્બરે જન્મ દિવસ છે. આ દિવસ શાનદાર ઉજવાય તે માટે શાળા ના ધોરણ ૫ ની વિધાર્થીની કૃપાલી ના વાલી માનસિંહભાઈ રામાભાઈ કોચરા તરફથી તિથિ ભોજન જેમાં દાળ ભાત શાક પૂરી બુન્દી ગાંઠિયા ૧૪૦ જેટલા બાળકોને જાતે પીરસીને અનોખી રીતે અને ભવ્ય રીતે કિરણસિંહ ચાવડા નો જન્મ દિવસ ઉજવ્યો હતો. ચાવડા એ માનસિંહભાઈ ને શાલ ઓઢાડીને સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો.