દાહોદ જિલ્લામાં ૪ પોલીસ ઈન્સ્પેક્ટરો નિમાયા : ૨૦ પોલીસ સબ ઈન્સ્પેક્ટરો બદલાયા
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૩
ગુજરાત વિધાન સભા ૨૦૨૨ની ચુંટણીને લઈ તમામ રાજકીય પક્ષો ચુંટણી લડવા હમણાંથી જ આગોતરી તૈયારીઓમાં જાેતરાઈ ગયાં છે ત્યારે હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા ૮૮ જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરની રાજ્ય વ્યાપી બદલીઓના દોરમાં દાહોદ જિલ્લામાંથી દેવગઢબારિયા સીપીઆઇ તરીકે ફરજ બજાવતા બેગડિયાની બદલી જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ સ્કૂલખાતે, દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ભાવિક શાહની સુરત ગ્રામ્યમાં તેમજ દાહોદ ટાઉન એ ડિવિઝનમાં ફરજ બજાવતા વસંત પટેલ ની વડોદરા પોલીસ ટ્રેનિંગ સ્કૂલમાં બદલી કરી હતી જ્યારે દાહોદ જિલ્લામાં ત્રણ નવા પીઆઇ પોસ્ટિંગ થઈને આવતા ચાર જુદી જુદી જગ્યાએ પી.આઈ. ની નિમણૂક કરવામાં આવી હતી જેમાં એ. એમ હેરમાં ને દાહોદ ટાઉન એ ડીવીઝનમાં, જે એમ ખાંટ ને સીપીઆઇ દાહોદ તરીકે તેમજ એ. એન. ગઢવીને દેં. બારીયા સીપીઆઇ તરીકે જયારે લિવ રિઝર્વમાં મુકાયેલા એમ. જી. ડામોર ને છૐ્ેં તરીકે નીમુંણક કરવામાં આવી છે જ્યારે દાહોદ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા દ્વારા ૨૦ જેટલા બિન હથીયારધારી પોલીસ સબ ઈસ્પેક્ટરોની જિલ્લામાંજ આંતરીક બદલીઓ કરી છે જેમાં ધાનપુર પોલીસ મથકે ફરજ બજાવતાં બી.એમ. પટેલને દેવગઢ બારીઆ પોલીસ મથકે ચાર્જ સોંપાયો છે. દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરજ બજાવતં એન.જે. પંચાલને એલ.સી.બી. સાયબરમાં નિમણુંક કરી છે. દાહોદ ટાઉન પોલીસ મથકે ફરજ બજાવતાં એસ.એમ. પઠાણને લીમખેડા સેકન્ડ પોલીસ મથકે નિમણુંક કરેલ છે. લીમખેડા પોલીસ મથકે ફરજ બજાવતાં આર.એ. પટેલને રણધીકપુર પોલીસ મથકે નિમણુંક કરેલ છે. સુખસરના એન.પી.સેલોતને દાહોદ ટાઉન એ. ડીવીઝનમાં, ફતેપુરાના સી.બી. બરંડાને ધાનપુર પોલીસ મથકે, લીવ રીઝર્વ એમ.કે. પટેલને સુખસર પોલીસ મથકે, મહિલા પોલીસ મથકના વી.એસ. પાંડવને એ.એચ.ટી.યુ. દાહોદ/ચાર્જ મહિલા પોલીસ સ્ટેશન, દાહોદ રૂરલ સેકન્ડ પોલીસ મથકના વી.આર. મકવાણાને ના.પો.અધિ.ની કચેરી, લીમખેડા, રીડરમાં, ચાકલીયા પોલીસ મથકના વી.આર. ચૌહાણને સાગટાળા પોલીસ મથકે, સાયબર પોલીસ સ્ટેશનના સી.આર. દેસાઈને, ફતેપુરા પોલીસ મથકે, એસ.ઓ.જી. પોલીસ મથકના બી.એ. પરમારને ચાકલીયા પોલીસ સ્ટેશને, જેસાવાડા પોલીસ મથકના યુ.આર. ડામોરને દાહોદ ટાઉન એ.ડીવીઝનમાં, રણધીકપુર પોલીસ મથકના ડી.જી. વહોનીયાને દાહોદ ટાઉન એ.ડીવીઝનમાં, દાહોદ રૂરલ પોલીસ મથકના એમ.એન.રામીને જેસાવાડા પોલીસ મથકે, એ.સી.બી. (દાહોદ ટાઉન એ.ડીવીઝન) ના એન.એન. પરમારને દાહોદ રૂરલ પોલીસ મથકે, લીવ રીર્ઝવના એમ.એ. હેરમાને દાહોદ ટાઉન એ.ડીવીઝીન, જે.એમ. ખાંટને સી.પી.આઈ. દાહોદ, એ.એન. ગઢવીને સી.પી.આઈ. દેવગઢ બારીઆ અને એમ. જી.ડામોરને એ.એચ.ટી.યુ., દાહોદ ખાતે નિમણુંક કરવામાં આવેલ છે.

