દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કાળીમહુડી ગામે ફોર વ્હીલર ગાડીએ સામેથી આવતી ફોર વ્હીલરને જાેશભેર ટક્કર મારતાં એકનું મોત : એક ઈજાગ્રસ્ત
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૩
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કાળીમહુડી ગામે એક ફોર વ્હીલર ગાડીના ચાલકે સામેથી આવતી અન્ય એક ફોર વ્હીલર ગાડીને જાેશભેર ટક્કર મારતાં ગાડીમાં સવાર બે પૈકી એકનું ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યાંનું જાણવા મળે છે. ગત તા.૦૨ સપ્ટેમ્બરના રોજ કાળીમહુડી ગામેથી એક ફોર વ્હીલર ગાડી ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી પસાર થઈ રહ્યો હતો તે સમયે સામેથી મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના સરસવા ગામે રહેતાં નરેન્દ્રસિંહ નટવરસિંહ ખાંટની ફોર વ્હીલર ગાડીને જાેશભેર ટક્કર મારતાં ગાડીમાં સવાર નરેન્દ્રસિંહ તથા તેમની સાથે ભારતસિંહ ગીરવતસિંહ ખાંટને શરીરે, હાથે પગે અને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં ભારતસિંહનું ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યું હતું જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત નરેન્દ્રસિંહને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.
આ સંબંધે બીપેન્દ્રસિંહ ભારતસિંહ ખાટે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.