દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પીપળી ગામેથી ઘરના આંગણે લોક મારી પાર્ક કરેલી તુફાન ગાડીની ચોરી થઈ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૩
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પીપળી ગામેથી ઘરના આંગણે લોક મારી પાર્ક કરેલ એક તુફાન ફોર વ્હીલર ગાડીની ચોરી થઈ જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ગત તા.૦૧ સપ્ટેમ્બરના રોજ પીપળી ગામે રાવત ફળિયામાં રહેતાં અલ્કેશભાઈ ગણેશભાઈ રાવતે પોતાની તુફાન ફોર વ્હીલર ગાડી ગામમાં રહેતાં સુરેશભાઈ દીલીપભાઈ રાવતના ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી. આ તુફાન ફોર વ્હીલર ગાડીને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી તુફાન ફોર વ્હીલર ગાડીનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે અલ્કેશભાઈ ગણેશભાઈ રાવતે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.