દાહોદ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા પોતાના વિવિધ પડતર પ્રશ્નો મામલે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૦૪
દાહોદ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા આજરોજ જુની પેન્શન યોજના પુનઃ શરૂં કરવા તેમજ અન્ય પ્રશ્નો સંદર્ભે ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધતું આવેદનપત્ર દાહોદ જિલ્લા કલેક્ટરને આપવમાં આવ્યું હતું.
દાહોદ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને ગુજરાતના મુખ્ય મંત્રીને સંબોધતું આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, સરકાર દ્વારા તારીખ ૧ જાન્યુઆરી ૨૦૦૫ થી ઓલ્ડ પેન્શન સ્કીમ બંધ કરી નેશનલ પેન્શન સ્કીમ કર્મચારીઓ માટે લાગુ કરવામાં આવેલ છે. કર્મચારીઓના પગારની ૧૦% રકમની સામે સરકાર દ્વારા ૧૦% હિસ્સો મળી કુલ રકમ એનપીએસમાં જમા થાય છે જે રકમ શેર બજાર મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ કરવામાં આવે છે જેથી કર્મચારીને નિવૃત્તિ સમયે મળવાપાત્ર રકમ નિશ્ચિત રહેતી નથી અને નિવૃત્તિ બાદ જમા રહેલ રકમનું કોઈ પણ બેંકમાં ડિપોઝિટ કરવામાં આવે છે જે રકમની વ્યાજ નહીબત હોવાથી ઘડપણમાં જીવન નિર્વા હ કરવો કે કુટુંબનું ભરણપોષણ કરવું ખૂબ જ મુશ્કેલી સબળ બને છે. જૂની પેન્શન યોજના એક કર્મચારીની સાથે તેના પરિવારજનો પણ પ્રાણ પ્રશ્ન હોય ખૂબ જ ઝડપથી પોતાની માંગણીઓનો સુખદ ઉકેલ આવે તેવી લાગણી અને માંગણી દાહોદ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચામાં ઉઠવા પામી છે. કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નો જેવા કે જુની પેન્શન યોજના ફિક્સ પગાર નાબુદી સાતમાં પગારના ભથા સહિત કુલ ૧૬ જેટલી અગત્યની મુખ્ય માગણીઓ સરકાર દ્વારા ઘણા લાંબા સમયથી નિરાકરણ લાવવા અંગે કોઈ હકારાત્મક પ્રશ્સાદ ન મળતા દાહોદ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગનું શસ્ત્ર ઉગામ્યું છે જેમાં તારીખ ૧૧ નવેમ્બર ૨૦૨૨ ના રોજથી વિવિધ આંદોલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જેમાં તારીખ ૧૧ મી નવેમ્બરના રોજ રાજ્યના ઝોન કક્ષાએ રેલી અને કલેક્ટરને આવેદન, તારીખ ૧૭ મી નવેમ્બરના રોજ રાજ્યના સમગ્ર કર્મચારીઓની માસ સી.એલ., તારીખ ૨૨ મી નવેમ્બરના રોજ રાજ્યના તમામ કેડરના કર્મચારીઓ દ્વારા પેનડાઉન અને તારીખ ૩૦ નવેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં અચોક્કસ મુદતની હડતાલ પર કર્મચારીઓ ઉતરનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: