દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મારગાળા ગામેથી ૧૬ વર્ષીય સગીરાનું અપહરણ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૪
દાહોદ જિલ્લા ફતેપુરા તાલુકાના મારગાળા ગામેથી એક ૧૬ વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી એક યુવક અપહરણ કરી લઈ નાસી ગયાંનું જાણવા મળે છે. ગત તા.૧૩મી ઓગષ્ટના રોજ ફતેપુરા તાલુકામાં રહેતી એક ૧૬ વર્ષીય સગીરાને દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાનાચાકીસણા ગામે રહેતો પ્રકાશભાઈ ગીરીશભાઈ બારીયાએ સગીરાને પટાવી ફોસલાવી લગ્નની લાલચ આપી પત્નિ તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરા પિતાએ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.