જીલ્લા ક્ષય કેન્દ્ર દાહોદ ખાતે ટીબીના દર્દીઓને ન્યુટ્રીશિયન કીટ્સ આપવાનો મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલો કાર્યક્રમ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૫
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ૨૦૨૫ સુધીમાં સમગ્ર ભારત વર્ષને ટીબી મુક્ત બનાવવાનું લક્ષ્ય સમગ્ર દેશવાસીઓને આપ્યું છે ત્યારે દાહોદ જીલ્લામાં પણ ટીબીના દર્દીઓને યોગ્ય સમયે દવાઓ અને નિયમિત પણે યોગ્ય પોષણ યુક્ત ખોરાક મળી રહે તે દિશામાં જીલ્લા વહીવટી તંત્ર અને જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત “એસ્પીરેશનલ ડીસ્ત્રીકટ “ દાહોદ જીલ્લામાં હાલમાં વિવિધ સ્વેછીક સંસ્થોઓના પ્રોજેક્ટ અંતર્ગત કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જે અન્વયે આજ રોજ તા ૦૫/૦૯/૨૦૨૨ ના રોજ દાહોદ જીલ્લામાં આરોગ્ય વિભાગ અને સ્વેછીક સંસ્થા મનઃસૃષ્ટિ ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા અને ર્ંદ્ગય્ઝ્ર કંપનીના ઝ્રજીઇ ફંડમાંથી ન્યુટ્રીશિયન કીટ્સ આપવામાં આવી હતી.જેમાં જીલ્લામાં કુલ ૭૦૦ દર્દીઓને કીટ્સ મળી રહે તે માટે મનઃસૃષ્ટિ ચેરીટેબલ ટ્રસ્ટ દવારા કીટ્સ ની વ્યવસ્થા કરવામાં આવી હતી.
જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ સી.આર.પટેલ ની અધ્યક્ષતામાં ટીબીના દર્દીઓને કીટ્સ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં જીલ્લા ક્ષય અધિકારી શ્રી ડૉ આર.ડી.પહાડીયા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ ભગીરથ બામણીયા તથા ડૉચાર્મી વ્યાસ મેડીકલ ઓફિસર દવારા દાહોદ તાલુકાના ૧૨૮ ટીબીની સારવાર લેતા દર્દીઓને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે ન્યુટ્રીશિયન કીટ્સ નું વિતરણ કરવામાં આવ્યું હતું.