ધી સહયોગ કો – ઓ. ક્રે.સો. પાસેથી સભાસદે રૂા. ૨૦ લાખની લોન લીધી હતી : દાહોદની બેન્કમાં સભાસદે લોનની રકમ ન ભરી આપેલ ચેક બાઉન્સ થતાં દાહોદની કોર્ટે ૧ વર્ષની સજા સાથે રૂા. ૧૦.૫૦ લાખનો દંડ ફટકાર્યાે
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૬
દાહોદ શહેરમાં આવેલ ધી સહયોગ કો – ઓ. ક્રે.સો. દાહોદ,ની બેન્કમાં એક સભાસદે રૂા. ૨૦,૦૦,૦૦૦ની લોન લીધા બાદ બેન્કને રૂા. ૧૦,૦૦,૦૦૦નો લોન પેટેનો ચેક આપતાં બેન્કે આ ચેકને બેન્કમાં જમા કરાવતાં ચેક બાઉન્સ થયો હતો અને આ મામલે બેન્ક દ્વારા કોર્ટમાં કેસ કરતાં દાહોદની મે.ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની અદાલત દ્વારા સભાસદને કસુરવાર ઠેરવી ૧ વર્ષની સાદી કેજની સથા તથા રૂા. ૧૦,૫૦,૦૦૦નો દંડ ફટકારવાનો હુકમ કરતાં કોર્ટ સંકુલ સહિત દાહોદ શહેર તેમજ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
દાહોદ શહેરના ગોદીરોડ ખાતે રહેતાં નઝમી મહોલ્લા ખાતે રહેતાં અને વેપાર ધંધો કરતાં અક્રમભાઈ રફીકભાઈ કુંજડા દાહોદ શહેરમાં આવેલ ધી સહયોગ કો – ઓ. ક્રેડીટ સોસાયટી બેન્કમાં સભાસદ હતાં. વર્ષ ૨૦૧૫ની સાલમાં અક્રમભાઈએ ઉપરોક્ત બેન્ક પાસેથી રૂા. ૨૦,૦૦,૦૦૦ની લેન નાણાં પેટે લીધાં હતાં. અક્રમભાઈ લોનના પૈસા ભરતા ન હોવાને કારણે તેઓના લોન ખાતામાં રૂા. ૨૪,૧૭,૫૪૮ ની માંગણી બેન્ક દ્વારા અક્રમભાઈ પાસે કરી હતી ત્યારે અક્રમભાએ લોનની રકમ ભરપાઈ કરી દેવાની બાહેધરી આપી તેઓ પોતાના નામનો બેન્ક ઓફ ઈન્ડિયાના નામનો તારીખ ૧૪.૧૦૨૦૧૯ની તારીખનો ચેક ઉપરોક્ત બેન્કને જમા કરાવ્યો હતો. તારીખ પ્રમાણે બેન્કે આ ચેક જમા કરાવતાં ચેક બાઉન્સ થયો હતો અને તેને સંબંધી ચેકનો ર્રિટન મેમો સહિત અન્ય કાગળો ઉપરોક્ત બેન્કને મળ્યાં હતાં ત્યારે આ મામલે ધી સહયોગ કો – ઓ. ક્રેડીટ સોસાયટી, દાહોદ દ્વારા કોર્ટના દરવાજા ખટખટાવતાં આ કેસ દાહોદના મે. ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી ગયો હતો અને કોર્ટે બંન્ને પક્ષોની દલીલોને ધ્યાનમાં રાખી અને ખાસ કરીને ચેક બાઉન્સ મામલે ગંભીરતા દાખવી કલમ ૧૩૮ મુજબ અક્રમભાઈ રફીકભાઈ કુંજડાને આરોપી ઠેરવી તેઓને એક વર્ષની સાદી કેદની સજા તથા રૂા. ૧૦,૫૦,૦૦૦નો દંડ વસુલ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.