દાહોદના પરેલ વિસ્તારનો બનાવ : ૬૧ વર્ષીય વૃધ્ધાના ગળામાંથી સોનાની ચેઈન ઝુટવી મોટરસાઈકલ પર આવેલ બે ગઠીયાઓ ફરાર
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૬
દાહોદ શહેરના પરેલ વિસ્તાર ખાતે એક ૬૧ વર્ષીય વૃધ્ધ મહિલાના ગળામાંથી સોનાની ચેઈન કિંમત રૂા. ૧૧,૦૦૦ની મોટરસાઈકલ પર આવેલ બે ચોરી ઈસમોએ સોનાની ચેઈન છુટવી નાસી જતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ગત તા.૦૩ સપ્ટેમ્બરના રોજ દાહોદ શહેરમાં આવેલ જીવનદીપ સોસાયટી ખાતે આકાશગંગા સોસાયટીમાં રહેતાં ૬૧ વર્ષીય શકુબેન સોમાભાઈ પરમાર દાહોદ શહેરમાં આવેલ પરેલ મરાઠી સ્કુલથી ચાર રસ્તા પરથી સાંજના ૮ વાગ્યાના આસપાસ પસાર થઈ રહ્યાં હતાં તે સમયે એક મોટરસાઈકલ પર સવાર થઈ આવેલ બે અજાણ્યા ઈસમોએ શકુબેનની નજર ચુકવી તેઓએ ગળામાં પહેરેલ સોનાની ચેઈન કિંમત રૂા. ૧૧,૦૦૦ની આંચકી ઝુટવી ચોરી કરી લઈ નાસી જતાં શકુબેને બુમાબુમ કરી મુકી હતી. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં પરંતુ સોનાની ચેઈન ઝુટવી બે ઈસમો મોટરસાઈકલ લઈ ફરાર થઈ ગયાં હતાં. આ સંબંધે શકુબેન સોમાભાઈ પરમારે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.