દાહોદ જિલ્લામાં લગ્નની લાલચે બે સગીરાઓના અપહરણ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૬
દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએથી બે સગીરાઓને બે યુવકો દ્વારા લગ્નની લાલચે અપહરણ કરી લઈ નાસી જતાં જે તે પોલીસ મથકે ફરિયાદ નોંધાંવવા પામી છે. સગીરાના અપહરણનો પ્રથમ બનાવ લીમખેડા તાલુકાના વલુન્ડી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા. ગત તા.૦૩ સપ્ટેમ્બરના રોજ લીમખેડા તાલુકાના ચૈડીયા ગામે રહેતો અજયભાઈ કશનાભાઈ પલાસે તેના મિત્ર આઝાદભાઈ રામુભાઈ પલાસની મદદ લઈ લીમખેડા તાલુકામાં રહેતી એક ૧૫ વર્ષીય સગીરને પ્રેના પાઠ ભણાવી લગ્નની લાલચ આપી પત્નિ તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના પિતાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સગીરાના અપહરણનો બીજાે બનાવ દાહોદ તાલુકાના મંડાવાવ ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા. ૨૪મી ઓગષ્ટના રોજ દાહોદ તાલુકાના તણસીયા ગામે વડલી ફળિયામાં રહેતો ઉદેસીંગભાઈ ગોરસીંગભાઈ ભાભોરે દાહોદ તાલુકામાં રહેતી એક ૧૪ વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી લગ્નની લાલચ આપી પત્નિ તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના પિતાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

