દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા પાસેથી પોલીસે રૂા. ૧.૨૦ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ફોર વ્હીલર કબજે કરી : બે જણાની અટકાયત
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૬
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા પાસેથી પોલીસે એક ફોર વ્હીલર ગાડીમાંથી રૂા. ૧,૨૦,૦૮૦ના પ્રોહી જથ્થા સાથે ફોર વ્હીલર મળી કુલ રૂા. ૪,૨૦,૦૮૦ના મુદ્દામાલ સાથે બે જણાની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. ગત તા.૦૫મી સપ્ટેમ્બરના રોજ પીપલોદ પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ભથવાડા ટોલનાકા પાસે નાકાબંધી કરી આવતાં જતાં તમામ વાહનોની તલાસી હાથ ધરી રહી હતી તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ફોર વ્હીલર ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસે તેને રોકી ગાડીમાં સવાર કુલદીપદાન ભારતદાન ચારણ (રહે. કચ્છ) અને વિજયભાઈ જયંતિભાઈ પટેલ (રહે. મોરબી) બંન્નેની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો. પોલીસે ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ. ૨૭૬૦ કિંમત રૂા. ૧,૨૦,૦૮૦ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા. ૪,૨૦,૦૮૦નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ પીપલોદ પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.