દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના સીંગેડી ગામે ૧૮ વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૬
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના સીંગેડી ગામે એક ૧૮ વર્ષીય યુવતીએ અગમ્યકારણોસર પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ગત તા. ૦૫મી સપ્ટેમ્બરના રોજ દેવગઢ બારીઆ તાલુકાના સીંગેડી ગામે રહેતા ૧૮ વર્ષીય પુષ્પાબેન ગોકળભાઈધારવાએ અગમ્યકારણોસર મનમાં લાગી આવતાં પોતાના ઘરમાં સરા ઉપર ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાને પગલે સ્થળ પર દોડી આવેલ પોલીસે મૃતદેહને નીચે ઉતારી નજીકના દવાખાને પીએમ અર્થે રવાના કરી દેવામાં આવ્યાં હતાં.
આ સંબંધે ગોકળભાઈ હીમંતભાઈ ધારવાએ દેવગઢ બારીઆ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

