ફતેપુરા તાલુકાના પશુ પાલકોમાં ફફડાટ વ્યાપી ગયો : ફતેપુરા તાલુકામાં લમ્પી વાયરસનો કહેર : એક ગાયનું મોત નીપજ્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૭
સમગ્ર ગુજરાતમાં લંપી વાયરસે કહેર મચાવ્યો છે અનેક અબોલા પશુઓના મોત નીપજ્યા હતા અને હજી પણ લંપી વાયરસ નો કહેર યથાવત જાેવા મળી રહ્યો છે ત્યારે દાહોદ જિલ્લામાં પણ લંપી વાયરસ નો કહેર જાેવા મળ્યો હતો ત્યારે ફતેપુરાના સરસ્વા ગામે પણ એક પશુનો મોત નીપજતા ફતેપુરા તાલુકાના પશુ પલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ફતેપુરા તાલુકામાં પ્રથમ સરસ્વા ગામે લંપી વાયરસનો કેસ સામે આવ્યો અહીં એક પશુનું વાયરસના કારણે મોત નીપજ્યું હતું. ફતેપુરા તાલુકામાં પશુઓમાં વધતા જતા લંપી વાયરસથી પશુપાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે વધતા જતા લંપી વાયરસ કેસમાં આજે વધુ એક પશુનું મોત નીપજ્યું હતું. ફતેપુરા તાલુકામાં પશુઓમાં પશુઓમાં લમ્પી વાઈરલ ન ફેલાય તે માટે તાલુકા પશુપાલન વિભાગ દ્વારા કામીગીર કરવામાં આવે તેવી પશુપાલકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. ફતેપુરા તાલુકામાં અન્ય પશુઓમાં લમ્પી વાઈરલ ન ફેલાય તે માટે તાલુકાના પશુપાલન વિભાગ દ્વારા પશુઓની તપાસ કરવામાં આવે તેવી પશુપાલકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.