જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, દાહોદના ઉપક્રમે જય દશામાં વિદ્યા મંદિર, ઝાલોદનાં પટાંગણમાં દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૭
આ કાર્યક્રમ સમાજ સુરક્ષા અધિકારી શ્રી આર.પી ખાટા સાહેબ અને મુકેશભાઈ ડામોર (પૂર્વ પ્રમુખ ભાજપ ઝાલોદ તાલુકા, પ્રમુખશ્રી જય દશામાં વિદ્યા મંદિર)ના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ હતો જેમાં ઝાલોદ,સંજેલી,ફતેપુરા તાલુકાનાં આશરે 130 દિવ્યાંગ ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા. ઉપરોક્ત કાર્યક્રમમાં નાયબ મામલતદાર સાહેબશ્રી, મતદાર યાદી સુધારણા વિભાગના કે.જી.ડબગર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેમના દ્વારા દિવ્યાંગ ભાઈઓ અને બહેનોને મતદાન જાગૃતિ વિષયક સલાહ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કાર્યક્રમના અંતે યજમાન શ્રી મુકેશભાઈ ડામોર દ્રારા સલાહ સૂચન રૂપી શાબ્દિક ઉદ્બોધન કરી, ચા અને નાસ્તાનું આયોજન દિવ્યાંગ ભાઈઓ અને બહેનો માટે કરવામાં આવ્યું હતું.