ધાનપુરના લખણગોજીયા ગામે બનેલ પત્નિ સાથેના આડા સંબંધના બનાવમાં હત્યાના પ્રયાસમાં નવો વળાંક : હુમલો કરનાર વ્યક્તિની પત્નિ દ્વારા મુકેશ બારીયા વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી
રિપોર્ટર : ગગન સોની
મુકેશ બારીયાએ પરણિતાનો એકલતાનો લાભ લઈ ઘરમાં ઘુસી ગયો હતો અને પરણિતાનું મોંઢુ દબાવી બે વખત બળજરીપુર્વક પરણિતા ઉપર દુષ્કર્મ આચર્યું
દાહોદ તા.૦૮
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં એક પરણિતાનો ઘરમાં એકલતાનો લાભ લઈ એક ઈસમ પરણિતાના ઘરમાં ઘુસી જઈ પરણિતા ઉપર બળજરીપુર્વક દુષ્કર્મ આચરી પરણિતાનો પતિ જેલમાં હોઈ મારી નાંખવાની ધમકીઓ આપી ફરાર થઈ જતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાંતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. થોડા દિવસો પહેલાં દાહોદ જિલ્લાના લખણગોજીયા ગામે એક વ્યક્તિએ પોતાની પત્નિ સાથે આડા સંબંધ હોઈ ધાનપુર તાલુકાના લખણગોજીયા ગામે રહેતાં મુકેશભાઈ બાબુભાઈ બારીયા તથા તેની સાથેના અન્ય એક વ્યક્તિની મોટરસાઈકલને અડફેટમાં લઈ મારી નાંખવાની કોશિષ કરી હતી. આ અંગેની ફરિયાદ ધાનપુર પોલીસ મથકે નોંધાંવવા પામી હતી અને ઈશ્વર પ્રતાપભાઈ વાખવાની પત્નિ દ્વારા ધાનપુર તાલુકાના લખણગોજીયા ગામે રહેતાં મુકેશભાઈ બાબુભાઈ બારીયા સામે ફરિયાદ નોંધાંવી હતી કે, ગત તા. ૧૯મી ઓગષ્ટના રોજ મુકેશભાઈ જ્યારે પરણિતા એકલી ઘરમાં હતી ત્યારે મુકેશભાઈ પરણિતાનો એકલતાનો લાભ લઈ ઘરમાં ઘુસી ગયો હતો અને પરણિતાનું મોંઢુ દબાવી બે વખત બળજરીપુર્વક પરણિતા ઉપર દુષ્કર્મ આચર્યું હતું અને મુકેશભાઈ પરણિતાને કહેલ કે, તારો પતિ હાલમાં જેલમાં છે એટલે જાે તું જાે કોઈની કહીશ તો તને અને તારા પતિને મારી નાંખીશુ, તેવી ધમકીઓ આપી મુકેશભાઈ નાસી ગયો હતો.
આ સંબંધે દુષ્કર્મનો ભોગ બનેલ પરણિતાએ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

