ફતેપુરા તાલુકામાં પશુઓમાં લમ્પીનો રોગ જણાતા પશુ આરોગ્ય કર્મીઓ સચેત : પશુપાલન વિભાગ દાહોદ જિલ્લામાં પશુઓની તપાસમાં જાેતરાઈ

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૦૮
ગુજરાત રાજ્યમાં પશુઓમાં લંપી રોગના વાયરસ ઠેર ઠેર જાેવા મળી રહ્યા છે ત્યારે ફતેપુરા તાલુકો પણ તેમાંથી બાકાત રહેવા પામેલ નથી. ફતેપુરા તાલુકામાં પશુઓમાં લંપી રોગના વાયરસ જાેવા મળતા ફતેપુરા તાલુકાના પશુ ડોક્ટર હરકતમાં આવી આ રોગને જડમૂળમાંથી થતો ડામી દેવા માટે ફળિયા ફળિયા ગામડે ગામડે પશુપાલન કર્મચારી અધિકારી ટીમ શંકાસ્પદ પશુઓની સારવાર કરી રહ્યા છે ૧૧ જેટલા પશુઓમાં શંકાસ્પદ લંપી રોગના લક્ષણો જાેવા મળતા તાત્કાલિક ધોરણે સારવાર કરવામાં આવતા સુધારા પર હોવાનું પશુ ચિકિત્સા ડોક્ટર સંગાડા જણાવ્યું હતું અને લંપી રોગના લક્ષણો ગાય અને બળદમાં વધારે પડતા જાેવા મળતા હોવાનું જણાવ્યું હતું તેમજ પશુઓમાં થતો લંપી રોગ મચ્છરોથી ફેલાય છે લંપી રોગના પશુ પર બેઠેલ મચ્છર બીજા પશુ ઉપર જઈને બેસતા આ રોગ તે પશુઓમાં પણ લંપી રોગ લાગતા લંપી રોગ ફેલાઈ જાય છે ગામડાઓમાં પશુઓ નજીક નજીક બાંધેલા હોવાથી આ રોગ વધુ પ્રમાણમાં ફેલાય છૅ પશુ નિરીક્ષકો દ્વારા જણાવેલ કે હમો વધુને વધુ પ્રયાસ કરી સંપૂર્ણપણે રોગને ડામવા માટે પ્રયત્નશીલ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: