ગરબાડાના માતવા ગામે ૧૫ વર્ષીય સગીરા ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૯
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના માતવા ગામેં ગત તા.૦૬મી સપ્ટેમ્બરના રોજ ગરબાડા તાલુકાના માતવા ગામે ગાળીયા ફળિયામાં રહેતો સંજયભાઈ શંકરભાઈ પલાસે ગરબાડા તાલુકામાં રહેતી એક ૧૫ વર્ષીય સગીરાનો એલકતાનો લાભ લઈ તેણીને નજીકમાં આવેલ મકાઈના ખેતરમાં લઈ જઈ સગીરાની મરજી વિરૂધ્ધ બળજબરીપુર્વક સંજયભાઈએ બળાત્કાર ગુજારતાં આ સંબંધે સગીરાની માતા દ્વારા જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

