ગામડી જિલ્લા પંચાયત વિસ્તારના રાયપુરા ગામે આંગણવાડીનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું
રિપોર્ટર : ગગન સોની




દાહોદ તા.૦૮
નાના ભૂલકાઓ કે જેઓ શિક્ષણ જગતમાં (પા પા પગલી) પ્રથમ પગલું ભરવા જઈ રહેલ છે તેવા ચંચળ બાળકો માટેની પ્રથમ શાળા એટલે આંગણવાડી જેમાં રમવા માટે આંગણ પણ હોય અને શિક્ષણ માટે અદ્યતન સુવિધાસભર મકાન – વાડી હોય તેવી આંગણવાડીનું ખાતમુર્હૂત આજે મારા ગામડી જિલ્લા પંચાયત વિસ્તારના રાયપુરા ગામે કરવામાં આવ્યું.
નવિન નિર્માણ પામી રહેલ આંગણવાડીનું ખાતમુર્હૂત મુકેશભાઈ ડામોર (પૂર્વ પ્રમુખ ભાજપ ઝાલોદ તાલુકા,પ્રમુખશ્રી જય દશામાં વિદ્યામંદિર)નાં વરદ્હસ્તે કરવામાં આવેલ.
આ પ્રસંગે આસિસ્ટન્ટ વર્ક મેનેજર શ્રી બળવંતસિંહ લબાના સાહેબ,તલાટીમંત્રીશ્રી રાજેશભાઇ પંચાલ સાહેબ, રાયપુરા સરપંચશ્રી મુકેશભાઈ ડામોર સામાજિક આગેવાન કાન્તિભાઈ ડામોર તેમજ મોટી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.

